રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 13 નવેમ્બર 2021 (18:14 IST)

વડાપ્રધાન મોદીના હાથે નર્મદા તટે નર્મદા મૈયાજીની આરતી

વિવિધ પવિત્ર નદીઓને પુજવાનો મહિમા અલગ જ છે અને તેમાં પણ વાત જ્યારે પાવન સલિલામાં નર્મદા મૈયા ની આવે ત્યારે આંખો અને મસ્તક ભાવથી નમી જ જાય છે. જાણવા મળી રહ્યું છે કે હવે હરિદ્વારમાં જે પ્રકારે ગંગા આરતી થાય છે તે જ થીમ પર હવે નર્મદા તટે નર્મદા મૈયાજીની પણ આરતી ભક્તિભાવ પૂર્વક કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી વિચારધારામાં સામેલ આ એક પ્રોજેક્ટને હવે આખરી ઓપ અપાઈ ચુક્યો છે અને ટૂંક સમયમાં ખુદ વડાપ્રધાન મોદી નર્મદા મૈયાજીની આરતી કરીને તેનો પ્રારંભ પણ કરાવશે.
 
જણાવવું રહ્યું કે નર્મદા જિલ્લાના ગોરા ગામમાં નર્મદા ઘાટ ખાતે નર્મદા માતાની આરતીનું ગ્રાન્ડ રિહર્સલ પણ કરવામાં આવ્યું છે. રાજ્યના લોકોને ગંગા આરતીનો લ્હાવો લેવા માટે હરિદ્વાર સુધી જવાની જરૂર આ આરતીનાં પ્રારંભ બાદ નહીં પડે. અહીં ગંગા આરતી જેવી જ નિયમિત નર્મદા આરતી થશે