રવિવાર, 10 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 27 માર્ચ 2022 (17:40 IST)

5 બાળકોના મોત પહેલાની અંતિમક્ષણો: CCTV

અમરેલીના લાઠી નજીક આવેલા દુધાળા ગામમાં આવેલા નારણ સરોવરમાં ન્હાવા પડેલા પાંચ બાળકો ડૂબી જતા મોતને ભેટ્યાની દુ:ખદ ઘટના સામે આવી હતી. 
 
આ કિશોરો પાણીમાં ડૂબી ગયા જતાં તંત્ર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ ઘટનાના હવે સીસીટીવી સામે આવ્યા છે. અમરેલીના દુધાળા ગામમાં એક દુઃખદ બનાવ બન્યો છે. અહીં આવેલા નારણ સરોવરમાં ન્હાવા પડેલા 5 કિશોરોના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યા છે. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
 
લાઠીના દુધાળા ગામ નજીક નારણ સરોવરમાં 5 કિશોરો ન્હાવા ગયા બાદ ડૂબી ગયા હતા. જેથી તંત્રના અધિકારીઓ સહિત તરવૈયાઓ મારફતે શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ત્યારે તમામ કિશોરના મૃતદેહ મળી આવ્યા હતા. આ ઘટનાને લઈ ઇન્ચાર્જ મામલતદાર સહિત સ્થાનીક પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા છે. તેમજ શહેરના અગ્રણીઓ સેવાભાવી લોકો પણ દોડી ગયા હતા. તરવૈયાઓ શોધખોળ શરૂ કરી હતી. જે દરમિયાન તમામના મૃતદેહ મળી આવ્યા છે.
 
મૃતકોના નામ
વિશાલભાઈ મનીષભાઈ મેર, ઉંમર વર્ષ 16
 
નમનભાઈ અજયભાઇ ડાભી, ઉંમર વર્ષ 16
 
રાહુલભાઈ પ્રિવીણભાઈ જાદવ, ઉંમર વર્ષ 16
 
મિત ભાવેશભાઈ ગળથીયા, ઉંમર વર્ષ 17
 
હરેશભાઇ મથુરભાઈ મોરી, ઉમર વર્ષ 18
 
આ તમામ લાઠી શહેરના રહેવાસી છે. દુધાળા ખાતે આવેલા તળાવમાં ન્હાવા પડતા ડૂબી ગયા હતા. જેથી તરવૈયાની મદદથી શોધખોળ હાથ ધરાઈ હતી. ત્યારે તમામના મૃતદેહો મળી આવ્યા છે. જેને લઈ તેઓના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો છે.