રવિવાર, 10 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 16 જૂન 2022 (09:59 IST)

પાલનપુરમાં દીકરીએ સગપણ તોડ્યું તો 46 વર્ષીય વિધવા માતાએ 30 વર્ષના જમાઈ સાથે લગ્ન કરી લીધા

marriage
બનાસકાંઠા જિલ્લાના એક ગામમાં વિધવા મહિલાની દીકરીએ સગપણ તોડી નાખતા તેની માતા જ જમાઈ સાથે ઘર માંડ્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.બનાસકાંઠા 181 ની સમજાવટને પગલે હવે સમાજના અગ્રણીઓ દ્વારા મહિલાને મૂળ સાસરીમાં તેના સંતાનો પાસે મૂકવા તજવીજ હાથ ધરી છે.

આ અંગે બનાસકાંઠા 181 અભયમ મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર લક્ષ્મીબેન સોલંકીએ જણાવ્યું હતું કે, જિલ્લાના એક ગ્રામીણ વિસ્તારમાં રહેતી પરિણીતાએ કોલ કર્યો હતો કે, મારા પતિ ત્રાસ ગુજારે છે.આથી મહિલા પોલીસ શિલ્પાબેન સાથે તેના ઘરે ગયા હતા.ત્યાં પરિણીતાની આપવીતી સાંભળી અમે પણ ચોંકી ઉઠયા હતા. તેણે એવું કહ્યું હતું કે,ચારેક વર્ષ પહેલા આ યુવક તેની દીકરીને જોવા માટે આવ્યો હતો. અને બંનેની સગાઇ નક્કી કરાઇ હતી. જે સગાઈ અઢી માસ સુધી રાખ્યા બાદ દીકરીને યુવક પસંદ ન હોવાથી સગાઈ તોડી નાખી હતી. જ્યાં આ સામાજિક સંબંધ ઉપર પુર્ણવિરામ મુકવાને બદલે દીકરીની માતાએ દીકરીએ સગાઈ તોડી હતી તે જમાઈ સાથે જ ઘર માંડયું હતું.જ્યાં પોતાની ત્રણ દીકરીઓ અને એક દીકરા ના ભવિષ્યનું શું ?,તેમની સગાઇ હવે કોણ કરશે ?,સમાજમાં એમની શું ઇજ્જત રહેશે? સહિતના મુદ્દે બે કલાક સુધી કાઉન્સિલિંગ કરતા આખરે મહિલા અને તેની સાથે લગ્ન કરનાર યુવકને સમજાવ્યા હતા. હવે સમાજના અગ્રણીઓ દ્વારા તેણીને મૂળ સાસરીમાં તેના સંતાનો પાસે મુકવા તજવીજ હાથ ધરી છે.

પતિનું વર્ષો અગાઉ નિધન થયું હતું. જે સાસરીમાં જ રહી પોતાની વિધવા સાસુ અને ચાર સંતાનોનું પાલન પોષણ કરતી હતી.46 વર્ષની માતાએ 30 વર્ષના યુવક સાથે મંદિરમાં જઈ ફુલહાર કર્યા હતા જે છેલ્લા ચાર વર્ષથી તેની સાથે જ રહેતી હતી. દરમિયાન 181 અભયમના કાઉન્સિલરે બે કલાક સુધી સમજાવતા પોતાનાં નાના 8 અને 10 વર્ષના સંતાનોનું ભવિષ્ય ન બગડે તે માટે પુનઃ તેમની જોડે મૂળ સાસરીમાં જવા માટે માની ગઈ હતી.