ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. ઇસ્લામ
  3. રમજાન
Written By
Last Modified: શનિવાર, 1 એપ્રિલ 2023 (18:07 IST)

Eid 2023 : જાણો ઈદ અને રમઝાન વિશે રોચક વાતો

eid
1  રમજાન મહિનાનો અંતિમ દિવસે જ્યારે આકાશામં ચાંદ જોવા મળે તેના બીજા દિવસે ઈદ ઉજવાય છે.  ચાંદ જોવાની તારીખને ચાંદ રાત કહે છે 
2. સઉદી અરબમાં એક દિવસ પહેલા ચાંદ દેખાય છે. તેથી ત્યા ઈદ ભારત કરતા એક દિવસ પહેલા ઉજવાય છે 
3.  હિન્દુ પંચાગની દ્વિતીયા તિથિ જેને ડોજ નો ચાંદ કહે છે. એ જ ચાંદ રાત હોય છે.  દર ત્રણ વર્ષમાં ચાંદ 30માં દિવસની રાત્રે દેખાય છે. તેથી રોજા ત્રીસ દિવસના થઈ જાય છે 
4. ચાંદ રાત થતા જ ઈદની તૈયારીઓ શરૂ થઈ જાય છે 
5. ઈસ્લામિક કેલેંડર મુજબ રમજાનનો મહિનો 30 દિવસનો હોય છે. આવામાં મુસલમાન પુરા 30 દિવસ રોજા રાખે છે 
6 . હિજરી કેલેંડરના મુજબ ઈદ વર્ષમાં બે વાર આવે છે.  એક ઈદ હોય છે ઈદ ઉલ ફિતર અને બીજી ઈદ ઉલ જુહા 
7.એવુ માનવામાં આવે છે કે રમજાનના મહિનામાં જ શબ એ કદ્રને કુરઆન એ પાક નાજિલ થયો હતો 
8. રમજાન મહિનામાં  21, 23, 25, 27 અને 29મી શબ ને શબ એ કદ્ર કહેવાય છે. અંતિમ દસ દિવસ એતકાફ (એકાંત સાધના)હોય છે. 
9. ઈદને નમાજ પહેલા ફિતર (દાન) આપવામાં આવે છે. જેની આર્થિક સ્થિતિ સારી છે તે પોતાની આવકનો થોડો ભાગ દાન કરે છે. 
10. ઈદની નમાજ કાજી કરાવે છે. ઈદને એનમાજ પછી ખુતબા થાય છે. 
11. કોઈપણ નમાજની જેમ ઈદમાં પણ બાવજૂહ અને પાકસાફ કપડા હોવા જોઈએ