શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. રક્ષાબંધન
Written By
Last Updated : સોમવાર, 20 ઑગસ્ટ 2018 (14:05 IST)

Rakshabandhan 2018- આ વર્ષ શું છે રક્ષાબંધન પર રાખડી બાંધવાનો શુભ મૂહૂર્ત

રક્ષાબંધનનો તહેવાર આ વર્ષે 26 ઓગસ્ટને છે. આ વર્ષ સારી વાત આ છે કે રક્ષાબંધનના દિવસે ભદ્રા નથી. તેથી રક્ષાબંધનનો આ તહેવાર સવારેથી રાત સુધી કરી શકાય છે. પણ વચ્ચે વચ્ચે થોડો સમય મૂકવો પડશે કારણકે અશુભ ચોઘડિયા, રાહુકાળ, યમ ઘંટા અને ગુલી કાળ રહેશે. 
 
જ્યોતિષ પંચાગ મુજબ પૂર્ણિમા તિથિ 25 ઓગસ્ટને બપોરે 3 વાગીને 16 મિનિટ થી શરૂ થઈ જશે. જે 26 ઓગસ્ટની સાંજે 5 વાગીને 25 મિનિટ સુધી રહેશે. આ દિવસે ધનિષ્ઠા નક્ષત્ર બપોરે 12.35 સુધી રહેશે. 
 
રક્ષાબંધનનો મૂહૂર્ત 26 ઓગસ્ટને સવારે 7.43 થી બપોરે 12.278 સુધી રહેશે. ત્યારબાદ બપોરે 2.03 થી 3.38 વાગ્યા સુધી રહેશે. સાંજે 5.25 પર પૂર્ણિમા સમાપ્ત થઈ જશે. પણ સૂર્યોદય વ્યાપિની તિથિ હોવાના કારણે રાત્રિમા રાખડી બાંધી શકાશે. 
 
આ છે શુભ મૂહૂર્ત 
સવારે  7.43 થી 9.18 સુધી ચર 
સવારે  9.18 થી  10.53 સુધી લાભ  
સવારે 10.53 થી  12.28 સુધી અમૃત 
બપોરે 2.03 થી 3.38 સુધી શુભ 
સાંજે 6.48 થી 8.13 સુધી અમૃત 
રાત્રે 9.38 થી11.03 સુધી ચર 
 
આ સમયમાં ન બાંધવી અશુભ છે આ સમય 
 
રાહુકાળ સવારે 5.13 થી 6.48 
યમ ઘંટા બપોરે 12.28 થી 2.03 
ગુલી કાળ બપોરે 3.38 થી 5.13 
કાળ ચોઘડિયા બપોરે 12.28 થી 2.03 
 
ઘનિષ્ઠા પંચક  નથી 
ઘનિષ્ઠા થી રેવતી સુધી પાંચ નક્ષત્રને પંચક કહેવાય છે. આ પાંચ દિવસ સુધી ચાલે છે. પંચકને લઈને ભ્રાંતિ છે કે તેમાં કોઈ પણ કાર્ય નહી કરવું જોઈએ. જ્યરે સત્યતા આ છે કે પંચકમાં અશુભ કાર્ય નહી કરવુ જોઈએ કારણકે તેમની પાંચ વાર પુનરાવૃતિ હોય છે. પંચકમાં શુભ કાર્ય કરવામાં કોઈ આપત્તિ નથી. રક્ષાબંધનના 
 
દિવસે ઘનિષ્ઠા નક્ષત્ર હોવાના કારણે પંચક રહેશે. પણ રાખડી બાંધવામાં  બંધક નહી બનશે.