રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Updated : બુધવાર, 25 જુલાઈ 2018 (12:55 IST)

વિસનગર રમખાણ કેસ - હાર્દિક પટેલને 2 વર્ષની સજા, ઋષિકેશ પટેલની ઓફિસમાં કરી હતી તોડફોડ

પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલને રમખાણો કરાવવા મામલે કોર્ટે દોષી સાબિત કર્યા છે. તેમને આ મામલે 2 વર્ષની સજા સંભળાવી છે.  ઉલ્લેખનીય છે કે હાર્દિકે પાટીદારો માટે અનામતની માંગ કરી હતી. આ દરમિયાન મહેસાણામાં હિંસા ભડકી હતી. 
 
પાટીદાર અનામત આંદોલન દરમિયાન મહેસાણાના વિસનગરના ભાજપના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડના કેસમાં વિસનગર સેશન્સ કોર્ટ હાર્દિક પટેલ, લાલજી પટેલ સહિત ત્રણને દોષિત ઠેરવ્યા છે. આ કેસમાં કોર્ટે 14 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.
 
અદાલતે હાર્દિક પટેલને 2, લાલજી પટેલને 2 અને એકે પટેલ એમ ત્રણેયને 2-2 વર્ષની સજા ફટકારી છે.  ઉલ્લેખનીય છે કે 23 જુલાઈ 2015નો રોજ પાટીદાર અનામત રેલીમાં યોજાઈ હતી. આ રેલી દરમિયાન ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ, કેમેરા તોડવા અને મોબાઈલ લૂંટવાની ફરિયાદ મામલે નોંધાઈ હતી.  આ કેસમાં કુલ 17 આરોપીઓ હતા. આ આરોપીઓમાં પાસના હાર્દિક પટેલ અને સરદાર પટેલ ગ્રુપ (એસપીજી)ના લાલજી પટેલનો સમાવેશ થતો હતો. ત્રણેયને 147.148.149 427 અને 435 નીચે દોષિત આપવામાં આવ્યા છે.