બુધવાર, 13 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી આલેખ
Last Updated : સોમવાર, 23 સપ્ટેમ્બર 2024 (15:39 IST)

Shardiya Navratri 2024: 02 કે 03 ઓક્ટોબર, ક્યારે કરવામાં આવશે ઘટ સ્થાપના, જરૂર જાણી લો શુભ મુહૂર્ત

kalash sthapana
હિન્દુ ધર્મમાં નવરાત્રિ  (Shardiya Navratri 2024 Date) ને એક ખૂબ જ પવિત્ર સમય માનવામાં આવે છે. આ નવ દિવસ સુધી મા અંબેના નવ રૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે. અનેક સાધકો આ સમયમાં વ્રત આરાધના વગેરે પણ કરે છે. નવરાત્રિનો પહેલો દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે.  કારણ કે આ દિવસે ઘટસ્થાપના કરવાનુ વિધાન છે. આવામાં ચાલો જાણીએ ઘટસ્થાપનાનુ શુભ મુહૂર્ત. 
 
ઘટ સ્થાપનાનુ શુભ મુહૂર્ત (Shardiya Navratri 2024 Shubh Muhurat)
આસો મહિનાના શુક્લ પક્ષની પ્રતિપ્રદા તિથિ 3 ઓક્ટોબર 2024ની રાત્રે 12 વાગીને 18 મિનિટથી શરૂ થઈ રહી છે.  બીજી બાજુ આ તિથિનુ સમાપ 4 ઓક્ટોબરના રોજ મધ્ય રાત્રિએ 2 વાગીને 58 મિનિટ પર થશે. આવામાં ઉદયા તિથિ મુજબ શારદીય નવરાત્રીની શરૂઆત ગુરૂવાર 3 ઓક્ટોબરના રોજ થશે અને ઘટ સ્થપના પણ આ જ દિવસે થશે. આ દરમિયાન ઘટ સ્થપનાનુ શુભ મુહુર્ત આ પ્રકારનુ રહેશે. 
 
ઘટ સ્થાપના મુહુર્ત - સવારે 6 વાગીને 15 મિનિટથી  7 વાગીને 22 મિનિટ સુધી 
ઘટ સ્થાપના અભિજીત મુહૂર્ત - સવારે 11 વાગીને 46 મિનિટ થી બપોરે 12 વાગીને 33 મિનિટ સુધી. 
 
શારદીય નવરાત્રિનુ મહત્વ  (Shardiya Navratri Importance)
સનાતન ધર્મમાં શારદીય નવરાત્રીનો સમય વિશેષ માનવામાં આવે છે. આ નવ દિવસ દરમિયાન ઋતુમાં પણ પરિવર્તન થાય છે અને શરદ ઋતુની શરૂઆત થઈ જાય છે.  આ તહેવાર મુખ્ય રૂપથી મા દુર્ગાના 9 રૂપોની પૂજા અર્ચના માટે સમર્પિત માનવામાં આવે છે. આ સમય  માતાની કૃપા પ્રાપ્તિ માટે ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. 
એવુ કહેવાય છે કે જે પણ જાતક વિધિપૂર્વક નવરાત્રિનો વ્રત અને પૂજા અર્ચના કરે છે, તેના બધા દુખ:સંતાપ દૂર થાય છે. સાથે જ મા દુર્ઘાની કૃપાથી સાધકની બધી મનોકામના પણ પૂરી થઈ જાય છે.