XE વૅરિયન્ટ : ગુજરાતમાં જેનો 'કેસ નોંધાયો' એ કોરોનાનો XE વૅરિયન્ટ કેટલો ખતરનાક?
મુંબઈ પછી ગુજરાતમાં પણ કોરોના વાઇરસના XE વૅરિયન્ટનો નવો કેસ આવ્યો હોવાના અહેવાલ છે. મીડિયા અહેવાલોમાં સૂત્રોને ટાંકવામાં આવ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગુજરાતના વડોદરા ખાતેથી આ કેસ મળી આવ્યો હતો. નોંધનીય છે કે કોરોનાના ઓમિક્રૉન વૅરિયન્ટ કરતાં XE વૅરિયન્ટ વધુ ચેપી હોવાનું માલૂમ પડ્યું છે.
સમગ્ર વિશ્વમાં આ નવા વૅરિયન્ટના અમુક જ કેસ સામે આવ્યા છે. વધુ ચેપી હોવા છતાં પણ કોરોનાનો આ નવો વૅરિયન્ટ ઓછો જોખમી હોવાની વાત સામે આવી છે.
નોંધનીય છે કે હાલ જ્યારે દેશનાં વિવિધ રાજ્યોમાં કોરોનાનાં નિયંત્રણો હળવાં કરી કોરોના પહેલાંની સામાન્ય સ્થિતિ તરફ વળવા તેજ ગતિથી પ્રયાસો શરૂ થયા છે.
ત્યારે કોરોનાનો આ નવો વૅરિયન્ટ સ્થિતિ સામાન્ય થવાની ઝડપ પર કોઈ અસર કરશે કે કેમ તે તો તેની ગંભીરતા અને ચેપ ફેલાવવાની અસરકારકતા પરથી જ નક્કી થશે.
તેથી કોરોનાનો XE વૅરિયન્ટ શું છે તે જાણવું વધુ અગત્યનું બની જાય છે.