કોરોના: 10 એપ્રિલથી શરૂ થશે 18+ના લોકો માટે બૂસ્ટર ડૉઝ
સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 10 એપ્રિલથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકો ખાનગી રસીકરણ કેન્દ્રમાં રસીનો બૂસ્ટર ડોઝ મેળવી શકશે.
માહિતી અનુસાર, 18+ વય જૂથ ખાનગી રસીકરણ કેન્દ્રોની મુલાકાત લઈને બૂસ્ટર ડોઝ મેળવી શકશે. 18 વર્ષથી વધુ ઉંમરના લોકો જેમણે બીજો ડોઝ લીધો છે અને 9 મહિના પૂર્ણ કર્યા છે તેઓ બૂસ્ટર ડોઝ મેળવી શકશે.
કોરોના વાયરસના સંભવિત ચોથી લહેર પહેલા મહામારી સામે સરકારનું આ એક મોટું પગલું છે. અગાઉ, કેન્દ્ર સરકારે આરોગ્ય કર્મચારીઓ અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કોરોના રસીના બૂસ્ટર ડોઝની મંજૂરી આપી હતી