સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 28 ફેબ્રુઆરી 2019 (17:51 IST)

રેડક્રોસ દ્વારા કેમ સોંપવામાં આવે યુદ્ધબંદી, અભિનંદનને પણ આ જ રીતે મુક્ત કરશે પાકિસ્તાન

વિંગ કમાંડર અભિનંદનની પાકિસ્તાનથી સકુશળ કમબેક માટે આખો દેશ દુઆ કરી રહ્યા છે. દિલ્હી યૂનિવર્સિટીમાં પોલીટિકલ સાયંસના એસોસિએટ પ્રોફેસર સુબોધ કુમારનુ કહેવુ છે કે જિનેવા સમજૂતી હેઠળ દુશ્મન દેશ ન તો અભિનંદનને તંગ કરી શકે છે કે ન તો તેને ડરાવી ધમકાવી શકે છે. ન તો અપમાનિત કરે શકે છે.  તેથી વિગ કમાંડર અભિનંદનને પરત કરવ જ પડશે.  જો કે પાકિસ્તાન અભિનંદનને સીધી રીતે નહી સોંપ. પાકિસ્તાન તેમને રેડક્રોસને સોંપશે. રેડક્રોસના પ્રતિનિધિ તેમને ભારત લઈ આવશે. મતલબ આ મામલે થર્ડ પાર્ટી સામેલ રહેશે.  
 
શુ હોય છે રેડક્રોસ 
 
રેડક્રોસ એક સ્વતંત્ર સંસ્થા છે. જે કોઈ દેશની સરકારના દબાણમાં કામ નથી કરતી. તેનો સિદ્ધાંત માનવતાની સેવા છે. દુનિયામાં ક્યાય પણ યુદ્ધ ચાલી રહ્યુ હોય તો ત્યા રેડક્રોસ ઘાયલ સિપાહીઓ, સૈનિકોની નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. તેની સ્થાપના હેનરી ડ્યૂનેન્ટ એ 9 ફેબ્રુઆરી 1863માં સ્વિટ્ઝરલેંડના જિનેવા શહેરમાં કરી હતી. એ સમયે પાંચ લોકોની કમિટી હતી. એ વર્ષે જિનેવામાં જ એક આંતરરાષ્ટ્રીય સંમેલન થયુ જેમા 18 દેશોએ હાજરી આપી. બીજી બાજુ રેડક્રોસ સોસાયટીને કાયદાનુ રૂપ મળ્યુ.  હેનરી ડ્યુનેન્ટને 1901માં શાંતિનો પ્રથમ નોબેલ પુરસ્કાર મળ્યો. 
 
કારગિલ યુદ્ધ દરમિયાન પણ જ્યારે ભારતીય વાયુસેનાના  ફાઈટર પાયલટ નચિકેતા પાકિસ્તાનના કબજામાં જતા રહ્યા હતા ત્યારે તેમની મુક્તિ માટે ભારત સરકારે કોશિશ કરી. ત્યારે પણ પાકિસ્તાને તેમને રેડક્રોસના હવાલે કરી દીધા હતા, જે તેમને ભારત પરત લઈ આવ્યા હતા.