સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 2 મે 2019 (11:03 IST)

Weather Forecast Today, Cyclone fani News Updates - ઝડપથી ઓડિશા તરફ આગળ વધી રહ્યુ છે વાવાઝોડુ ફાની, 100થી વધુ ટ્રેનો રદ્દ

ફાની વાવાઝોડુ શુક્રવારે પુરીમાં દાખલ થશે.  સાવધાની રાખતા બધા પર્યટકોને વિસ્તારમાંથી નીકળી જવાની સલાહ આપવામાં આવી છે. મોસમ વિભાગના હવાલાથી કેટલાક ટીવી રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યુ - તમિલનાડુ, ઓડિશા અને પ. બંગાળમાં પણ આ  તોફાનથી પ્રભાવની આશંકા છે. આ દરમિયાન લગભગ 175થી 200 કિમી પ્રતિ કલાકની ગતિથી  તેજ હવાઓ ચાલશે. 
 
આ પહેલા મોસમ વિભાગે ફૈની વાવાઝોડાને કારણે ઉત્તર પ્રદેશમાંથી બે થી ત્રણ મે દરમિયાન એલર્ટ રજુ કર્યુ છે. વાવાઝોડુ હાલ ઝડપથી ઓડિશા તટીય વિસ્તારની તરફ વધી રહ્યુ છે.  વિશેષજ્ઞોનુ કહેવુ છે કે આ દરમિયાન લગબહ્ગ 175થી 200 કિમી પ્રતિ કલાકની ગતિથી તેજ હવાઓ ચાલશે. 
આ પહેલા મોસમ વિભાગે ફૈની વાવાઝોડાને કારણે ઉત્તર પ્રદેશમાં બે થી ત્રણ મે વચ્ચે એલર્ટ રજુ કર્યુ છે.  વાવાઝોડુ હાલ ઝડપથી ઓડિશાના તટીય વિસ્તારની તરફ વધી રહ્યુ છે. વિશેષજ્ઞોનુ કહેવુ છે કે વાવાઝોડુ ઓડિશા ઉપરાંત યૂપીમાં પણ ખાસ ખતરનક સાબિત થઈ શકે છે.  
 
મોસમ વિભાગના અધિકારીઓએ જણાવ્યુ કે યૂપીના કન્નોજ સહિત કેટલાક વિસ્તારમાં હળવા વરસાદ સાથે ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી હવાઓ ચાલવાની શક્યતા છે. હવામાન વિભાગે ખેડૂતોને પણ સલાહ આપી છે કે ભેજ અને તેજ હવાઓને કારણે પાકને બચાવવા માટે કાપેલો પાક, અનાજ, ખેતરોમાં તૈયાર ઉભા પાક ને સુરક્ષિત રાખવાની વ્યવસ્થા કરી લે. 
 
- ઓડિશાથી 450 કિલોમીટર દૂર છે ફાની - ચક્રવાત વાવાઝોડુ પૂર્વ તરફ આગળ વધી રહ્યુ છે. આ પુરીના દક્ષિણ દિશામાં આવશે. નૌસેના સહિત અને સુરક્ષાબળોને એલર્ટ પર રખાયા છે 
 
- સુપર સાઈક્લોન પછી સૌથી ખતરનાક - સંયુક્ત વાવાઝોડા ચેતાવણી કેન્દ્ર મુજબ 1999 પછીથી સુપર સાઈક્લોન પછી ફાનીને સૌથી ખતરનાક વાવાઝોડુ માનવામાં આવે છે. 
 
-ઓડિશામાં 15 મે સુધી ડોક્ટરો અને સ્વાસ્થ્ય કર્મચારીઓની રજાઓ રદ્દ 
 
ઓડિશા સરકારે ચક્રવત ફાનીને જોતા 15 મે સુધી બધા ડોક્ટરો અને સ્વાસ્થ્ય કર્મચારીઓની રજાઓ રદ્દ કરી દીધી છે. સાવધાનીના રૂપમાં રજા પર ગયેલ સ્વાસ્થ્ય કર્મચારીઓને પરત બોલાવાયા છે. 
 
- આ વિસ્તારમાં થઈ શકે છે ભારે વરસાદ - ફાની વાવાઝોડાને કારણે આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ગુરૂવાર સુધી ભારે વરસાદ થવાની આશંકા છે. તટીય વિસ્તારમાં નૌસેના અલર્ટ પર છે અને સાવધાની રોપે 100થી વધુ ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. 
 
- ફેની વાવાઝોડાને કારણે 103 ટ્રેન રદ્દ -  રેલવી ફેની ચક્રવાતને કારણે કલકત્તા ઉપરાંત, ઓડિશા, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના 19 જીલ્લામાં 103 ટ્રેનો રદ્દ અને બે ટ્રેનોનો રૂટ બદલી નાખ્યો છે.