સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 29 એપ્રિલ 2019 (17:54 IST)

આગામી કલાકોમાં તીવ્ર થશે ચક્રવાતી વાવાઝોડુ ફની, આંધ્રપ્રદેશ, કેરલ, ઓડિશા, તમિલનાડુમાં વરસાદનુ અનુમાન

ચક્રવાત ફનીના આગામી 4 કલાકમાં તીવ્ર ચક્રવાતી તૂફાન અને 24 કલાકમાં ખૂબ જ તીવ્ર તોફાનનુ રૂપ લે તેવી શક્યતા છે. મોસમ વિભાગનુ અનુમાન છે કે 1 મેની સાંજ સુધી આ ઉત્તર પ્રશ્ચિમની તરફ વધશે.  વિભાગે ફનીના કારણે કેરલ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અજ્ને ઓડિશાના વિસ્તારમાં આગામી થોડા દિવસ થનારા વરસાદનુ પૂર્વાનુમાન બતાવ્યુ છે. 
 
ફની નામનું વાવાઝોડું કેરરળના દરરિયાકિનારા તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ફની તોફાનના કારણ 29 અને 30 એપ્રિલે કેરળમાં ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે તમિલનાડુમાં ભૂસ્ખલન તો નહીં થાય, પરંતુ રાજ્યના અનેક ઉત્તરના ભાગમાં હળવો વરસાદ પડી શકે છે. તો આંધ્ર પ્રદેશના ઉત્તરી સમુદ્ર કિનારે અને ઓરિસ્સાના દક્ષિણ કિનારાના વિસ્તારોમાં 2 મે દરમિયાન મધ્યમ પ્રમાણમાં વરસાદ થવાની શક્યતા છે. 3જી મે એ ઓરિસ્સાના સમુદ્રી કિનારા વિસ્તારોમાં પણ વરસાદ થઈ શકે છે.
 
ચક્રવાતી તોફાન ફનીનું કેન્દ્ર ત્રિનકોમાલી (શ્રીલંકા)થી લગભગ 745 કિમી પૂર્વ-દક્ષિણ, ચેન્નઇ (તમિલનાડુ)ના 1,050 કિમી દક્ષિણ-પૂર્વમાં અને 1,230 કિમી દક્ષિણ-પૂર્વમાં મછલીપટ્ટમમાં (આંધ્ર પ્રદેશ)માં સ્થિત હતું.
 
તામિલનાડુ અને પુડુચેરી કાંઠો, કોમોરિન ક્ષેત્ર અને મન્નરની ખાડીથી 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપી પવન ફૂંકાઈ શકે છે, જેની 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચવાની શક્યતા છે.