સંબંધિત સમાચાર
- SC Decision On Stray Dogs - દિલ્હીમાં જાહેર રસ્તા પર કૂતરાઓને ખાવાનુ આપવા પર બૈન, જાણો સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમા શુ શુ કહ્યુ
- રસ્તા પર ફરતા કૂતરાઓ પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, જાહેર સ્થળોએ ખોરાક આપવા પર પ્રતિબંધ
- રખડતા કૂતરાઓ અંગે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, પરિપત્ર બહાર પાડીને જણાવ્યું કે કૂતરા કરડવાના કેસ કેવી રીતે ઓછા થશે?
- દિલ્હી-એનસીઆરમાં રખડતા કૂતરાઓ પર સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું, કહ્યું - 'તેમને એક જગ્યાએ રાખો અને હેલ્પલાઇન નંબર શરૂ કરો'
- બનાસકાંઠા ફેક્ટરી બ્લાસ્ટ કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, પીડિત પક્ષે કરી આ માંગણીઓ
વક્ફ કાયદા પર SC નો આવ્યો નિર્ણય, કાયદાની એક જોગવાઈ પર લગાવી રોક, કહ્યુ - સમગ્ર કાયદા પર સ્ટેનો કોઈ આધાર નથી
સુપ્રીમ કોર્ટે વકફ સુધારા બિલ પર પોતાનો વચગાળાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે વકફ કાયદાની કેટલીક જોગવાઈઓ પર સ્ટે મૂક્યો છે. આ સાથે, કોર્ટે કહ્યું છે કે સમગ્ર કાયદા પર સ્ટે મૂકવાનો કોઈ આધાર નથી. વક્ફ કાયદામાં જણાવાયું છે કે કોઈ મિલકતને વક્ફ જાહેર કરવા માટે, તે વ્યક્તિ 5 વર્ષથી ઇસ્લામનું પાલન કરતી હોય તે જરૂરી છે. કોર્ટે આ જોગવાઈ પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે, કેટલીક અન્ય જોગવાઈઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જોગવાઈ ત્યાં સુધી સ્થગિત રહેશે. જ્યાં સુધી રાજ્ય સરકારો કોઈ વ્યક્તિ ઇસ્લામનો અનુયાયી છે કે નહીં તે નક્કી કરવા માટે નિયમો ન બનાવે.
આ પહેલા 22 મેના રોજ, સતત ત્રણ દિવસની સુનાવણી બાદ, કોર્ટે નિર્ણય અનામત રાખ્યો હતો. છેલ્લી સુનાવણીમાં, અરજદારોએ કહ્યું હતું કે આ કાયદો મુસ્લિમોના અધિકારોની વિરુદ્ધ છે અને વચગાળાના સ્ટેની માંગ કરી હતી. તેમજ, કેન્દ્ર સરકારે કાયદાની તરફેણમાં દલીલો રજૂ કરી હતી.
આ ચર્ચા સરકારના આ દલીલની આસપાસ રહી હતી કે વક્ફ એક ઇસ્લામિક ખ્યાલ છે, પરંતુ તે ધર્મનો આવશ્યક ભાગ નથી. તેથી, તે મૂળભૂત અધિકાર નથી.

