સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 14 ફેબ્રુઆરી 2019 (18:05 IST)

#Pulwama #CRPF - દૂર-દૂર સુધી વિખરાય ગઈ જવાનોની લાશ.. જુઓ CRPF પર થયેલા હુમલાની તસ્વીરો

જમ્મુ કાશ્મીરમાં પુલવામાના ગોરીપોરા વિસ્તારમાં એકવાર ફરી આતંકવાદીઓએ સુરક્ષાબળ પર હુમલો કર્યો. આતંકવાદીઓએ સેનાના કાફલા પાસે આઈઈડી બ્લાસ્ટ કર્યો. આ હુમલામાં 20 સીઆરપીએફ જવાન શહીદ થઈ ગયા અને 45 જવાન ઘયાલ થઈ ગયા. જેમાથી 18 ગંભીર ઘાયલ છે. એવુ કહેવાય રહ્યુ છે કે ઉરી હુમલા પછી સેના પર આ બીજો સૌથી મોટો હુમલો છે.  
રિપોર્ટ્સ મુજબ બ્લાસ્ટ એટલો ભયાનક હ અતો કે સેનાની ગાડીના ચીંથરા ઉડી ગયા. અનેક જવાનોએ તો ઘટના સ્થળ પર જ દમ તોડ્યો. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 
બ્લાસ્ટ પછી રસ્તાઓ લોહીથી રંગાય ગયા છે. અનેક સ્થાન પર કાટમાળ અને લાશ વિખેરાયેલી છે. ઘટના પર બચાવ કાર્ય ચાલી રહ્યુ છે. આ આતંકી હુમલાની જવાબદારી જૈશ એ મોહમ્મદ આતંકી સંગઠને લીધી છે. હાલ સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધુ છે. 
આતંકવાદીઓએ આત્મઘાતી ધમાકા દ્વારા સુરક્ષાબળોને નિશન બનાવ્યા છે. સીઆરપીએફના મુજબ ડઝન જેટલી ગાડીઓમાં 2500થી વધુ જવાનોનો કાફલો પુલવામાની તરફ જઈ રહ્યો હતો આ દરમિયાન આતંકવાદીઓએ તેમને નિશાન બનાવ્યા. 
આતંકવાદીઓએ ફાયરિંગ પણ કરી. અનેક ગાડીઓ પર ગોળીઓના નિશાન પણ બન્યા છે. હુમલામં એક મેજર સહિત 20 જવાન શહીદ થઈ ગયા છે. ઘાયલ જવાનોની સારવાર કરવામાં આવી રહી છે.