રવિવાર, 10 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 27 ડિસેમ્બર 2022 (09:25 IST)

યૂક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને વડા પ્રધાન મોદી વચ્ચે ફોન પર થઈ વાતચીત

યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ સોમવારે કહ્યું હતું કે, “તેઓએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી.”
 
ઝેલેન્સ્કીના કહેવા અનુસાર, તેઓએ વડા પ્રધાન મોદીને કહ્યું કે, “જી-20ના પ્રમુખ તરીકે ભારતે તેમના દ્વારા નિર્ધારિત ‘શાંતિ સૂત્ર’ને લાગુ કરવા માટે કામ કરવું જોઈએ.”
 
તેઓએ એક ટ્વિટમાં લખ્યું છે કે, “મેં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી અને એક સફળ જી-20 પ્રમુખપદની શુભેચ્છા પાઠવી હતી. આ મંચ પર મેં શાંતિ સૂત્રની જાહેરાત કરી હતી અને હવે હું તેના અમલીકરણમાં ભારતની ભાગીદારી પર વિશ્વાસ રાખું છું. મેં સંયુક્ત રાષ્ટ્રમાં માનવતાવાદી સહાય અને સમર્થન માટે પણ તેમનો આભાર માનું છું.”
 
વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી વચ્ચે અગાઉ પણ ફોન પર વાતચીત થઈ હતી. વડા પ્રધાન મોદીએ ત્યારે કહ્યું હતું કે, “યૂક્રેનમાં યુદ્ધનું કોઈ સૈન્ય સમાધાન થઈ શકતું નથી અને ભારત કોઈ પણ શાંતિ પ્રયાસોમાં યોગદાન આપવા તૈયાર છે.”