શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 17 ડિસેમ્બર 2022 (17:10 IST)

વડા પ્રધાન મોદી પર બિલાવલ ભુટ્ટોના નિવેદન વિરુદ્ધ ભાજપનું દેશવ્યાપી વિરોધપ્રદર્શન

પાકિસ્તાનના વિદેશમંત્રીના વડા પ્રધાન મોદી વિરુદ્ધ અપાયેલા વિવાદિત નિવેદન વિરુદ્ધ આજે ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં વિરોધપ્રદર્શન કરશે.
 
આ વિરોધપ્રદર્શન તમામ રાજ્યોનાં પાટનગરોમાં કરાશે. આ દરમિયાન ભાજપના કાર્યકર્તા પાકિસ્તાનના વિદેશમંત્રીના નિવેદનનો કઠોર વિરોધ કરવાની સાથે તેમનાં અને પાકિસ્તાનનાં પૂતળાં બાળશે.
 
ભાજપે આ અંગે જાહેર કરેલ નિવેદનમાં કહ્યું છે કે, “પાકિસ્તાનના વિદેશમંત્રીનું નિવેદન સંપૂર્ણપણે અપમાનજનક અને કાયરતાપૂર્ણ છે. આ નિવેદન માત્ર સત્તામાં ટકી રહેવા અપાયેલું છે.”
 
“તેનો હેતુ વિશ્વને છેતરવાનો અને પાકિસ્તાનની કથળતી જતી અર્થવ્યવસ્થા, અરાજકતા, સેનામાં મતભેદ, ખરાબ થતા વૈશ્વિક સંબંધો અને દેશમાં આંતકવાદને પ્રોત્સાહન જેવા મુદ્દાઓથી વિશ્વનું ધ્યાન હઠાવવાનો છે.”
 
પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોએ શુક્રવારે કહ્યું હતું, “ઓસામા બિન લાદેન મરી ચૂક્યો છે પર ‘બુચર ઑફ ગુજરાત’ જીવતા છે. અને તેઓ ભારતના વડા પ્રધાન છે. જ્યાં સુધી તેઓ વડા પ્રધાન નહોતા બન્યા ત્યાં સુધી અમેરિકામાં તેમના પ્રવેશ પર પાબંદી હતી.”
 
બિલાવલ ભુટ્ટોની આ ટિપ્પણીનો ભારતમાં ઘણો વિરોધ થઈ રહ્યો છે.
 
ભારતનાં વિદેશ રાજ્યમંત્રી અને નવી દિલ્હીનાં સાંસદ મીનાક્ષી લેખીએ ભુટ્ટોના નિવેદનના જવાબમાં કહ્યું છે કે, “સામાન્યપણે વિદેશમંત્રી આવી રીતે વાત નથી કરતા. આ એ જ લોકો છે જેમણે બલુચિસ્તાનમાં લોકોને માર્યા છે, જેમણે કાશ્મીરમાં લોકોને માર્યા છે. આવું જ પંજાબ અને કરાચીમાં પણ કરાયું છે.”
 
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું, “પાકિસ્તાનના હિસાબે પણ આ નિવેદન નીચલા સ્તરનું છે. લઘુમતીઓ અંગેના તેના વલણમાં કોઈ ફેર આવ્યો નથી. તેને ભારત પર લાંછન લગાડવાનો કોઈ અધિકાર નથી