ભાજપાની ગૌરવ યાત્રામાં નીતિન પટેલના ભાષમાં પાટીદારોએ ખુરશીઓ ઉછાળી
પાટણમાં ભાજપાની ગુજરાત ગૌરવ યાત્રા ત્રણ કલાક મોડી આવ્યા બાદ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ ભાષણ આપવા ઉભા થયા કે તરત જ ઓડીયન્સમાં બેઠેલા સાત જેટલા યુવકોએ ‘જય સરદાર’ના નારા લગાવી ખુરશીઓ ઉછાળી હતી. જો કે, પોલીસે દોડી જઇ તરત પકડી લઇ દૂર કરી દીધા હતા. 2 નાયબ મુખ્યમંત્રીએ તેમના આક્રમક વકતવ્યમાં તેઓને દેડકા જણાવી 2017ની ચૂંટણી પછી આ બધા ક્યાંય જતાં રહેશે, જડશે પણ નહીં તેમ કહીં જોરદાર ફટકાબાજી કરી હતી.
ગુજરાતમાં 16 નવી જીઆઈડીસી બનશે
વિધાનસભાની ચૂંટણી પહેલા પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડાની મહત્વની ઘોષણા બાદ આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વધુએ મહત્વની ઘોષણા કરી છે. મુખ્યમંત્રી વિજયભાઈએ પ્રેસ કોન્ફરન્સ યોજી નવી ગાર્મેન્ટ અને એપેરેલ પોલિસી 2017ની જાહેરાત કરી હતી. આ ઉપરાંત રાજ્યમાં 16 નવી GIDC બનશે તેવી જાહેરાત પણ કરી હતી.
ભારતની એક હાર પણ ક્રિકેટ ચાહકોને સહન થતી નથી.. ઓસ્ટ્રેલિયા ટીમની બસ પર પથ્થરમારો
ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ગઇકાલે રમાયેલા ટી-ર૦ મેચમાં ટીમ ઇન્ડિયાને ૮ વિકેટે મળેલા પરાજય બાદ અજાણ્યા લોકોએ ઓસ્ટ્રેલીયાની ટીમ ઉપર હુમલો કર્યો હતો. ઓપનર એરોન ફીન્ચએ ટવીટ્ર અને ઇન્સ્ટાગ્રામ ઉપર બસના તુટેલા કાચની તસ્વીર રજુ કરી આ ઘટનાની પુષ્ટી કરી છે. ફોટો પર ફીન્ચે લખ્યુ છે કે હોટલ પાછા ફરતી વેળાએ ટીમની બસની બારી ઉપર પથ્થરથી હુમલો કરવામાં આવ્યો હતો. આ બાબત ઘણી ડરાવની છે. ફીન્ચના આ ટવીટ્ બાદ ઓસ્ટ્રેલીયાની ટીમની સુરક્ષા ઉપર સવાલ ઉભા થયા છે. આ હરકત કોણે કરી ? એ અંગે કશુ જાણવા મળ્યુ નથી.
યુએસમાં શિકાગો એશિયન ફિલ્મ ફેસ્ટિવલમાં શબાનાને લાઈફટાઈમ એચીવમેંટ ઓવોર્ડ
યુ.એસ.માં 29 સપ્ટેં.થી 1 ઓકટો. 2017 દરમિયાન શિકાગો સાઉથ એશિયન ફિલ્મ ફેસ્ટીવલ યોજાઇ ગયો. જેમાં 44 ફિલ્મો પ્રદર્શિત કરાઇ હતી. જેમાં 2000 જેટલા ફિલ્મ ચાહકો ઉમટી પડયા હતા. ફિલ્મ ફેસ્ટીવલમાં શબાના આઝમી, અર્પણા સેન, રાજકુમાર રાવ, આદિલ હુસેન, તથા અક્ષય હુસેન સહિતના દિગ્ગજ કલાકારોએ હાજરી આપી હતી. આ પ્રસંગે 55 જેટલા ફિલ્મી કલાકારો તથા નિર્માતાઓ હાજર રહ્યા હતા
પુરૂષ ક્યારેય એક ફુલનો થઈ ન શકે તેને રોજ નવુ ફુલ જોઈએ - આ છે જૈનાચાર્ય નમ્રમુનિ મહારાજ
સુપ્રસિદ્ધ જૈનાચાર્ય અને રાષ્ટ્રીય સંત તરીકે ઓળખાતા નમ્રમુનિ મહારાજ સામે તેમની જ શિષ્યાએ બળજબરીથી સેક્સ માણવાનો આક્ષેપ કરતાં ખળભળાટ મચી ગયો છે. આ યુવતીએ આક્ષેપ કર્યો છે કે, નમ્ર મુનિને રોજ નવી યુવતી સાથે સેક્સ માણવા જોઈએ છે, તેમને રોજ નવું ફૂલ જોઈએ છે.
ગેરકાયદે સિંહદર્શન પર મોરારિબાપુએ કહ્યું કે તેઓ સિંહદર્શન માટે ગયા નહોતા
જાણિતા રામકથાકાર મોરારિબાપુની રામકથા હાલ જૂનાગઢમાં ચાલી રહી છે, ત્યારે તેઓ ડુંગરપુર વિસ્તારમાં જંગલમાં વિહરી રહ્યાં હતા ત્યારે તેમનાથી સાત ફૂટ દૂર એક સાવજ રસ્તા વચ્ચે નિદ્રાધીન અવસ્થામાં હતો. બાપુએ પણ એ ઘડીને નિહાળવા માટે ત્યાં જ આસન જમાવી દીધું હતું અને સિંહને નિદ્રામાં કોઇ વિક્ષેપ ન પડે તેવું કર્યું હતું. પોરબંદરના એક વકીલ દ્વારા મોરારિબાપુએ ગેરકાયદે સિંહ દર્શન કર્યું છે, તેવી અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરી હતી, અને અરજીમાં ગેરકાયદે સિંહદર્શન કરાવનાર વનવિભાગ કર્મચારીઓ વિરુધ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. તેની સામે રામકથાકાર મોરારિબાપુએ કહ્યું હતું કે તેઓ સિંહદર્શન માટે ગયા નહોતા, પણ રામાયણની પોથીને ગિરનાર પરિક્રમાના રૂટ પર આવતા ધર્મસ્થાનો પર લઈ ગયા હતા
અમૂલને FMCG ફૂડ કેટેગરીમાં સર્વશ્રેષ્ઠતાનો એવોર્ડ
ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિ., (જીસીએમએમએફ) કે જે અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરે છે તેને ઇન્ટરનેશનલ ઍડ્વર્ટાઇઝિંગ એસોસિએશન દ્વારા (FMCG)ની ફૂડ કેટેગરીમાં સર્વશ્રેષ્ઠતાનો એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ પાંચમાં ઇન્ટરનેશનલ ઍડ્વર્ટાઇઝિંગ એસોસિએશન દ્વારા આયોજિત સમારંભમાં ૭ ઓક્ટોબરે એનાયત થયો. માર્કેટિંગ, ઍડ્વર્ટાઇઝિંગ અને મીડિયા સેક્ટરમાં પ્રશંસનીય કામગીરી માટે આ એવોર્ડ અપાય છે.