ગુજરાતમાં સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવા ચૂંટણી પંચ સમક્ષ કોંગ્રેસની રજૂઆત
કેન્દ્રીય ચૂંટણી પંચના મુખ્ય કમિશનર સહિતની ટીમે અમદાવાદ સરકીટ હાઉસ ખાતે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. તેમજ તેમનાં પ્રશ્નો સાંભળ્યા હતાં અને તેમાંથી કેટલીક સમસ્યાઓ ઉકેલવાની ખાતરી પણ આપી છે. ખાસ કરીને કોંગ્રેસ દ્વારા પંચ સમક્ષ એવી દહેશત વ્યક્ત કરાઇ છે કે આગામી ચૂંટણી મુસ્લિમો- હિન્દુઓના વિભાજનને આધારે જ લડાશે. કોંગ્રેસ તરફથી તેમના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે લેખિત-મૌખિકમાં રજૂઆત કરી હતી કે, સંવેદનશીલ વિસ્તારોમાં ધાર્મિક ધૃ્રવિકરણ ઉભુ કરીને કટ્ટરવાદી તત્વો યેનકેન પ્રકારે શાંતિ-ભાઇચારાનું વાતાવરણ ડહોળવા માગે છે. તેઓ સમાજમાં અશાંતિ ફેલાવી ચૂંટણી જીતવા માગે છે. રાજ્યમાં તાજેતરમાં જ બોમ્બ મળવાની ઘટના ઘણો લાંબો સમય પછીથી બની છે. ભૂતકાળમાં રથયાત્રા અને ચૂંટણી પહેલા આ પ્રકારનાં બોમ્બ મળવા, તોફાન થવા અને એન્કાઉન્ટરની ઘટના બનતી હતી. જેની સીધી અસર ચૂંટણી પર થતી હતી. આવી સ્થિતીમાં ચૂંટણી પંચે રાજ્યનાં તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ભભ્ફ કેમેરા લગાવવા જોઈએ. એટલું જ નહીં શંકાસ્પદ કટ્ટરવાદી તત્વોની ગતિવિધિ ઉપર ચાંપતી નજર રાખી તેમના મોબાઇલ ફોનને ઓબ્ઝર્વેશનમાં મુકવા જોઈએ. અત્યારથી જ પોલીસ અધિકારીઓના પોઇન્ટ ગોઠવીને રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલીંગ ગોઠવવું જોઈએ. બીજી બાજુ ભાજપ દ્વારા પણ મતદાનનો સમય વધારવાની માગણી કરાઇ હતી. જો કે કોંગ્રેસ દ્વારા ફફઁછ્ ની તપાસની તેમજ મતદાર યાદીમાંથી છેલ્લી ઘડીએ નામ ગુમ ન થઇ જાય તેની તકેદારી રાખવાની વાત કરી હતી. ત્યારબાદ બપોરે ચૂંટણી પંચની ટીમે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે જિલલા કલેકટરો, પોલીસ કમિશનરો વગેરે સાથે બેઠક કરી હતી. જેમાં મતદાર યાદી, જિલ્લા ચૂંટણી વ્યવસ્થાપન પ્લાન, મતદાન મથકો, મતદાર જાગૃતિ, પેઇડ ન્યુઝ, ઇન્ફર્મેશન ટેકનોલોજી અને સોશ્યલ મિડીયાનાં ઉપયોગ વગેરે સંદર્ભની ચર્ચા વિચારણા અને સમીક્ષા કરી હતી. આ મીટીંગમાં મુખ્ય ચૂંટણી કમિશનર એ. કે. જોતિ, ચૂંટણી કમિશનર ઓ.પી. રાવત અને સુનિલ અરોરાની સાથે સીનિયર નાયબ ચૂંટણી કમિશનર સંદીપ સકશેના, સુદીપ જૈન, મહાનિર્દેશક દિલીપ શર્મા, મહાનિર્દેશક ધીરેન્દ્ર ઓઝા, નિખીલ કુમાર નિયામક, સહિતનાં અધિકારીઓ હાજર રહ્યા હતા.