સંબંધિત સમાચાર
- ગૃહમંત્રી અમિત શાહે સંગમમાં શ્રદ્ધાથી સ્નાન કર્યું, સંતો સાથે પવિત્ર સ્નાન કર્યું
- મહાકુંભમાં રડ્યા 'IIT બાબા' અભય સિંહ, કહ્યું- 'IIT બાબાની વાર્તા હવે બંધ થવી જોઈએ'
- Mahakumbh 2025: મહાકુંભમાં સવારથી સાંજ સુધી શું-શું જોઈ શકાય ? જો આટલું કરશો તો એક દિવસની યાત્રા યાદગાર બની જશે
- મમતા કુલકર્ણી બની સંન્યાસી, ગળામાં રૂદ્રાક્ષ-ભગવા કપડા પહેરીને મહાકુંભમાં જોવા મળી અભિનેત્રી, જાણો તેનુ નવુ નામ
- Gujarat ST Mahakumbh 2025 - ગુજરાતના શ્રધ્ધાળુઓને માટે મહાકુંભમાં જવા ગુજરાત ટુરિઝમ-ગુજરાત વાહન વ્યવહાર વિભાગનો નિર્ણય.
મહાકુંભ જઈ રહેલી ટ્રેનમાં ભારે ભીડ, ગુસ્સામાં મુસાફરોએ પત્થર મારીને ટ્રેનની બારીના તોડ્યા કાચ
stone pelting
પ્રયાગરાજ મહાકુંભ માટે જનારી ટ્રેનોમાં હાલ ખૂબ વધુ ભીડ જોવા મળી રહી છે. બીજી બાજુ મહાકુંભ જનારા રેલવે સ્ટેશનો પર પણ લોકોની ભીડ જોવા મળી રહી છે. આ દરમિયાન છતરપુર રેલવે સ્ટેશન પર મહાકુંભ જનારા મુસાફરોએ હંગામો કર્યો છે. આ ઘટનાનો વીડિયો પણ સામે અવ્યો છે. મહાકુંભ માટે જનારા મુસાફરોએ ટ્રેન પર પત્થરમારો પણ કર્યો છે અને ટ્રેનના કાચ પણ તોડવાની કોશિશ કરી છે. આંબેડકર નગરથી જનારી ટ્રેનના બધા દરવાજા અને બારી બંધ હોવાથી પ્લેટફોર્મ પર ઉભેલા મુસાફરોમાં નારાજગી જોવા મળી. જ્યારબાદ તેમણે પત્થરમારો કર્યો.
અંદરના મુસાફરોએ બંધ કરી દીધા ગેટ
આ દરમિયાન છતરપુર સ્ટેશન પર લગભગ એક કલાક ટ્રેન ઉભી રહી. ત્યારબાદ GRP સ્ટાઅફે ટ્રેનના ગેટ ખોલાવ્યા. એવુ બતાવાય રહ્યુ છે કે ભારે ભીડને કારણે પહેલાથી અંદર બેસેલી સવારીએ ટ્રેનના દરવાજા બંધ કરી લીધા હતા. સમગ્ર મામમો છતરપુર રેલવે સ્ટેશન પર રાત્રે લગભગ 12 વાગ્યાનો બતાવાય રહ્યો છે. આ ટ્રેન મહુથી પ્રયાગરાજ થઈને આંબેડકર નગર સુધી જાય છે. સ્ટેશન પર ભારે ભીડ હોવાથી એસી કોચના મુસાફરોએ પોતાના કોચના ગેટ અંદરથી લૉક કરી લીધા હતા. જેને કારણે આક્રોશિત ભીડે ગેટ ખોલાવવા માટે દરવાજાના કાંચ તોડી નાખ્યા.
Vandalism and stone pelting in #Mahakumbh Special train going from Jhansi to Prayagraj. Live video surfaced. The reason for this is not known yet. pic.twitter.com/gXvrcadTxf
— Siraj Noorani (@sirajnoorani) January 28, 2025
15 કરોડથી વધુ લોકો કરી ચુક્યા છે સ્નાન
બીજી બાજુ ભારે હંગામો જોતા જીઆરપીની અંદર બેસેલા મુસાફરોને ખૂબ મોડે સુધી સમજાવ્યુ. ત્યારબાદ જેમ તેમ કરીને ટ્રેનના દરવાજા ખોલાવ્યા. આ દરમિયાન કુંભ જનારા ઘણા મુસાફરો પાસે ટિકિટ પણ નહોતી. ઉલ્લેખનીય છે કે મહાકુંભમાં આ સમયે દેશભરમાંથી શ્રદ્ધાળુ સ્નાન કરવા પહોચી રહ્યા છે. અહી મહાકુંભમાં ડુબકી લગાવનારાઓનો આંકડો 15 કરોડને પાર થઈ ગયો છે. છેલ્લા 17 દિવસમાં મહાકુંભમાં 15 કરોડથી વધુ લોકો સ્નાન કરી ચુક્યા છે. બીજી બાજુ આગામી મૌની અમાવસ્યા પર 8 થી 10 કરોડ લોકોના મહાકુંભમાં આવવાની શક્યતા બતાવાય રહી છે.
