સંબંધિત સમાચાર
- ઓમાન નજીક સમુદ્રમાં જહાજ ડૂબી ગયું, 13 ભારતીયો સહિત 16 ક્રૂ મેમ્બરની શોધ ચાલુ
- સુપ્રીમ કોર્ટે આપ્યો મુસ્લિમ મહિલાના ભરણપોષણ અંગે નિર્ણય, યાદ આવ્યો શાહ બાનો કેસ, જાણો 4 દાયકા પહેલા શું થયું હતું
- મુસ્લિમ મહિલા પણ છુટાછેડા પછી માંગી શકે છે ભરણપોષણ, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
- ડિલીવરી પછી કેટલા દિવસો સુધી નવશેકું પાણી પાણી પીવુ જોઈએ
- મહિલાએ તેમના ડૉગને ગિફ્ટની અઢી લાખ રૂપિયાની સોનાની ચેન જુઓ Video
ઓમાનમાં ગોળીબારમાં એક ભારતીય સહિત પાંચ વ્યક્તિનાં મોત
ઓમાનના પાટનગર મસ્કત શહેરમાં થયેલા ગોળીબારમાં એક ભારતીય સહિત પાંચ વ્યક્તિનાં મોત થયાં છે. આ ઉપરાંત આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોમાં એક ભારતીય સામેલ છે.
ઓમાનસ્થિત ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું, “15 જૂલાઈનાં રોજ મસ્કત શહેરમાં ઘટેલી ગોળીબારની ઘટના પછી ઓમાન સલ્તનતના વિદેશ મંત્રાલયે સૂચના આપી છે કે એક ભારતીય નાગરિકનું મોત થયું છે અને અન્ય એક ભારતીય નાગરિકને ઇજાઓ થઈ છે. દૂતવાસ પોતાની સંવેદના વ્યક્ત કરે છે અને પરિવારોને મદદ કરવાના બધા જ પ્રયત્નો કરશે.”
મસ્કતની શિયા મસ્જિદ પાસે થયેલા ગોળીબારમાં ચાર પાકિસ્તાની નાગરિકોનાં પણ મોત થયાં હતાં.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં ઇમામ અલી મસ્જિદ પાસે થયેલા આ હુમલાને “કાયરતાપૂર્ણ આતંકવાદી” હુમલો ગણાવીને તેની નિંદા કરી છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આપેલી માહિતી પ્રમાણે આ ઘટનામાં લગભગ 30 પાકિસ્તાની નાગરિકો ઇજાગ્રસ્ત થયા છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે હુમલાખોરોને મારી નાખવામાં આવ્યા છે. મસ્જિદમાં શ્રદ્ધાળુઓની આ ભીડ શિયા મુસ્લિમોના પવિત્ર દિવસ અશૂરાની પહેલાંની સાંજે એકઠી થઈ હતી.
