બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 27 નવેમ્બર 2019 (11:12 IST)

સંજય રાઉત બોલ્યા - અજીત પવારને મળશે યોગ્ય સ્થાન, તેમણે કર્યુ ખૂબ મોટુ કામ

મહારાષ્ટ્રમાં સરકાર બદલાય ગઈ છે અને હવે રાજ્યમાં ઠાકરે રાજની શરૂઆત થઈ રહી છે. ઉદ્ધવ ઠાકરે ગુરૂવારે મુખ્યમંત્રી પદની શપથ લેવા જઈ રહ્યા છે. આ વચ્ચે સંજય રાઉતે એકવાર ફરી ભાજપા પર નિશાન સાધ્યુ છે.  તેમણે કહ્યુ કે મહારાષ્ટ્રથી દેશમાં પરિવર્તનની શરૂઆત થઈ ગઈ છે. આજે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા છે અને તેનો મતલબ છે કે દેશમાં પરિવર્તનની શરૂઆત થઈ ગઈ છે.  સંજય રાઉતે કહ્યુ કે અજીત પવારને ગઠબંધનમાં યોગ્ય સ્થાન મળહે. તેઓ ખૂબ મોટુ કામ કરીને આવ્યા છે. 
 
સંજય રાઉતે બુધવારે સવારે પ્રેસ કૉન્ફ્રેંસ તરફ સરકાર રચના પર વાત કરી. સંજય રાઉતે કહ્યુ કે બીજેપી તરફથી અધોરી પ્રયોગ કરવામાં આવ્યો હતો. પણ મહારાષ્ટ્રની જનતાએ બધુ ધ્વસ્ત કરી નાખ્યુ. સંજય રાઉતે નિવેદન આપ્યુ કે હવે આ પ્રકારના પ્રયોગ નહી ચાલે અને મહારાષ્ટ્રની અસર અન્ય રાજ્યોમાં પણ જોવા મળશે. 
 
સંજય રાઉત બોલ્યા કે ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનાવવાનુ મિશન પૂરી થઈ ચુક્યુ છે અને અમારુ સૂર્યયાન મંત્રાલય પર લૈંડ થઈ ગયુ છે. જ્યારે મે આ કહ્યુ કે લોકો મારા પર હસી રહ્યા હતા. જો આવનારા સમયમાં દિલ્હીમાં પણ અમારુ સૂર્યમાન ઉતરે તો આશ્ચર્યની વાત નથી. 
 
શિવસેનાએ રોક્યો ભાજ્પાઅનો વિજયરથ 
 
છેલ્લા પાંચ વર્ષથી શિવસેના એનડીએનો ભાગ હોવા છતા ભારતીય જનતા પાર્ટી પર હુમલાવર રહી હતી. પછી ભલે રાજ્ય સરકાર પર નિશાન સાધવાની વાત હોય કે પછી કેન્દ્ર સરકારને આડે હાથે લેવાની હોય.  લોકસભા ચૂંટણીમાં મહાજીત હાસિલ કર્યા પછી જ્યારે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી થઈ તો બીજેપીને વિશ્વાસ હતો કે તેમની સરકાર બનશે. 
 
 
પણ ચૂંટણી પરિણામો પછી જ્યારે એવી પરિસ્થિતિ બની કે શિવસેના મુખ્યમંત્રી પદ પર અડી ગઈ અને છેવટે એનસીપી-કોંગ્રેસે શિવસેના સાથે હાથ મિલાવી લીધો. 
 
ઉલ્લેખનીય છે કે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ગુરૂવારે મુખ્યમંત્રી પદની શપથ લેશે. મુંબઈના શિવાજી પાર્કમાં શપથ ગ્રહણ સમારંભ યોજાશે. જ્યા મંત્રીઓ સાથે ઉદ્ધવ શપથ લેશે.  આવુ પહેલીવાર થવા જઈ રહ્યુ છે કે ઠાકરે પરિવારનો કોઈ સભ્ય મુખ્યમંત્રી પદ સાચવવા જઈ રહ્યો છે. 
 
એવુ કહેવાય રહ્યુ છેકે ઉદ્ધવ ઠાકરે સાથે કેટલાક અન્ય નેતા પણ ગુરૂવારે શપથ લઈ શકે છે. જો કે ડિપ્ટી સીએમ કોણ બનશે હજુ તેના પર કોઈ નિર્ણય થયો નથી.