દેશની 19 રાજ્યસભાની બેઠકો માટે આજે ચૂંટણી યોજાશે. જેમાં આજે આંધ્ર પ્રદેશ, ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, મણીપુર, મિજોરમ અને મેઘાલયમાં રાજ્યસભાની કુલ ૧૯ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ૧૯ બેઠકોમાં ગુજરાતની ચાર, આંધ્ર પ્રદેશની ચાર, મધ્ય પ્રદેશની ત્રણ, રાજસ્થાનની ત્રણ, ઝારખંડની બે તથા મણિપુર, મિઝોરમ અને મેઘાલયની એક-એક બેઠકનો સમાવેશ થાય છે
સવારે ૯થી સાંજે ૪ વાગ્યા સુધી મતદાન કરી શકાશે. જ્યારે સાંજે પાચ વાગ્યાથી મત ગણતરી પણ હાધ ધરાશે. જો અન્ય કોઈ માથાકૂટ નહીં થાય ત્રણેક કલાકમાં જ ચૂંટણીનું પરિણામ પણ આવી જશે.
- હાલ સુધી ક્રોસ વોટ કે બીજી ગેરરીતિની કોઈ ફરીયાદ નોંધાય નથી.
- કોંગ્રેસના ધારાસભ્યોનુ મતદાન ચાલુ.
- ભાજપના તમામ ધારાસભ્યોનુ મતદાન પુર્ણ
- ભાજપની જીત નક્કી, કોંગ્રેસના આક્ષેપો પાયાવિહોણાઑ
- મતદાન પહેલા ભાજપના ત્રણે ઉમેદવારોનો ભવ્ય વિજયનો આશાવાદ વ્યક્ત કર્યો
- મોરારી બાપુ પર હુમલાના પ્રયાસમાં જણાવ્યું આજનો વિષય આપણો ચૂંટણી છે.
- વિધાનસભામાં કેસરીસિંહને એમ્બ્યુલન્સમાં લવાયા
- ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ નાદુરસ્ત
- કેસરીસિંહને સ્ટ્રેચરમાં મતદાન માટે લવાયા
- ચૂંટણી પહેલાં જીતુ વાઘાણીનું મોટું નિવેદન
- કૉંગ્રેસમાં હુંસાતુંસી જેવો માહોલ, હજુ પણ કૉંગ્રેસના મત મળશે
- કૉંગ્રેસ MLA શૈલેષ પરમારનું નિવેદન
- બંને ઉમેદવારોને કુલ 70 મત જોઇએ પણ અમારા બંને ઉમેદવારને કુલ 71 મત મળશે અને જીતશે
- કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભા પહોંચ્યા
- હોટેલ ઉમેદથી વિધાનસભા પહોંચ્યા કોંગ્રેસના ધારાસભ્યો
- રાજ્યસભાને લઈને મતદાન માટે પહોંચ્યા કોંગી MLA
- રાજ્યસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર
- ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ નાદુરસ્ત
- કેસરીસિંહને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા: સૂત્ર
- પોસ્ટલ બેલેટથી કેસરીસિંહનું મતદાન કરાવાશે
ધારાસભ્યનું મત આપતા પહેલા તેમના શરીરનું તાપમાન ચેક કરવામાં આવશે આ ઉપરાંત દરેક ધારાસભ્યે માસ્ક પહેરવો પડશે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે. જે ધારાસભ્યોને તાવ હશે અથવા અન્ય લક્ષણો હશે તેમને અલગ વેઇટિંગ રૂમમાં રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડાક સમયથી રાજ્યસભા ચૂંટણી અગાઉ હોર્સ ટ્રેડિંગ થતું હોવાથી રાજ્યસભા ચૂંટણી અગાઉ રિસોર્ટ પોલિટિક્સ શરૂ થઇ જાય છે. મોટા ભાગના રાજ્યોમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે.
કયા પક્ષ પાસે કેટલા ધારાસભ્યો?
ભાજપ 103
કોંગ્રેસ 65
બીટીપી 02
હાઈકોર્ટના આદેશથી 1 બેઠકની ચૂંટણી રદ થઈ
કુલ બેઠક 182
એનસીપી 01
અપક્ષ 01
ખાલી બેઠક 09
કયા ઉમેદવારો મેદાનમાં છે?
અભય ભારદ્રાજ ભાજપ
રમિલાબહેન બારા ભાજપ
નરહરિ અમીન ભાજપ
શક્તિસિંહ ગોહિલ કોંગ્રસ
ભરતસિંહ સોલંકી કોંગ્રેસ