એકાદશી પર ચોખા ખાનાર પાપનો ભાગી બને છે
તેથી એકાદશીમાં વર્જિત છે ચોખા ખાવું
એકાદશી પર ચોખા ખાનાર પાપનો ભાગી બને
એકાદશી વર્ષમાં 24 હોય છે. જે વર્ષે મલમાસ લાગે છે તે વર્ષ તેની સંખ્યા વધી જાય છે અને કુળ એકાદશી 26 થઈ જાય છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે એકાદશીના દિવસ વ્રત રાખી ભગવાન વિષ્ણુના જુદા-જુદા અવતાર અને સ્વરૂપોનો ધ્યાન કરતા તેમની પૂજા કરવી જોઈએ. બધા વ્રતોમાં એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય છે.
જે કોઈ કોઈ કારણથી એકાદશી વ્રત નહી કરી શકીએ તેને એકાદશીના દિવસે ખાન-પાન અને વ્યવહારમાં સાત્વિકતાનો પાલન કરવું જોઈએ. સાત્વિકતાના પાલન એટલે જે એકાદશીના દિવસે લસણ, ડુંગળી, માંસ, માછલી, ઈંડા નહી ખાવું અને ઝૂઠ દગો મૈથુનનો ત્યાગ કરીને ભગવાનને યાદ કરવું.
આ નિયમોના સિવાય એકાદશીના દિવસે ચોખા ખાવું પણ વએજિત છે. માન્યતા મુજબ એકાદશીના દિવસે ચોખા ખાવું અખાદ્ય પદાર્થ એટલે કે યોગ્ય પદાર્થ ખાવાના ફળ નહી આપે છે. પૌરાણિક કથા મુજબ માતા શક્તિની ક્રોધથી બચવા માટે મહર્ષિ મેધાએ શરીરનો ત્યાગ કરી દીધું અને તેમનો અંશ પૃથ્વીમાં સમાઈ ગયું.
ચોખા અને જવના રૂપમાં મહર્ષિ મેધા જન્મ્યા તેથી ચોખા અને જવને જીવ ગણાય છે. જે દિવસે મહર્ષિ મેધાનો અંશ ધરતીમાં સમાવયું તે દિવસે એકાદશી તિથિ હતી. તેથી એકાદશીના દિવસે ચોખા ખાવું વર્જિત ગણાય છે. માન્યતા છે કે એકાદસ્ગીના દિવસે ચોખા ખાવું મહર્ષિ મેધાના માંસ અને લોહીના સેવન કરવું જેવું છે.
વૈજ્ઞાનિક તથ્યના મુજબ ચોખામાં જળ તત્વની માત્રા વધારે હોય છે. જળ પર ચંદ્ર્માનો પ્રભાવ વધારે પડે છે. ચોખા ખાવાથી શરીરમાં જળની માત્રા વધે છે. તેનાથી મન વિચલિત અને ચંચળ હોય છે. મનના ચંચળ હોવાથી વ્રતના નિયમોનો પાલન કરવામાં મુશ્કેલી આવે છે. એકાદશી વ્રતમાં મનનો નિગ્રહ અને સાત્વિક ભાવનો પાલન ખૂબ જરૂરી હોય છે. તેથી એકાદશીના દિવસે ચોખાથી બનેલી વસ્તુઓ ખાવું વર્જિત ગણાય છે.