પુલવામા હુમલા બાદ ભભૂકતો જનાક્રોશ આણંદમાં મુખ્ય રોડ પર પાકિસ્તાનનો ધ્વજ દોર્યો
જમ્મુ કાશ્મીરનાં પુલાવામા ખાતે ગુરૂવારે આતંકી હુમલામાં 40 જવાનો શહીદ થવાની જઘન્ય ઘટનાનાં રાજ્યભરમાં ઘેરા પડઘા પડયા છે. 'વંદે માતરમ' અને 'પાકિસ્તાન મુર્દાબાદ'નાં નારા સાથે પ્રચંડ જનાક્રોશ ભભૂક્યો હતો. ઠેર ઠેર આતંકવાદનાં પુતળાનાં દહન કરાયા હતા અને નનામી પણ કઢાઇ હતી અને સાથે શહીદોને શ્રધ્ધાંજલી પણ અર્પણ કરવામાં આવી હતી. આણંદમાં પણ લોકોનો રોષ ભભૂકતા વિદ્યાનગર રોડ પર પાકિસ્તાનનો ઝંડો રસ્તા પર દોરીને વિરોધ નોંધાવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે આણંદનાં વિદ્યાનગર મુખ્ય રોડ પર પાકિસ્તાનનો વિરોધ કરાયો હતો. તેમણે રસ્તા પર પાકા રંગોથી પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ દોરી 'હંમેશા પાકિસ્તાન અમારા જૂતાં નીચે રહેશે'નો સંદેશ અપાયો હતો. પુલવામાંમા આતંકવાદી હુમલામા શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને શ્રધ્ધાજલી આપવા આ રીતે વિરોધ કરાયો.વિરોધ નોંધાવવા આવેલા લોકોમાં ભારે રોષ છલકાતો હતો. ત્યાં સૂત્રોચ્ચાર 'વંદે માતરમ' અને 'પાકિસ્તાન મુર્દાબાદ'નાં સૂત્રોચ્ચાર પણ થઇ રહ્યાં હતાં.