રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 22 ઑક્ટોબર 2022 (11:19 IST)

પ્રધાનમંત્રી દીપાવલીની પૂર્વ સંધ્યાએ અયોધ્યાની મુલાકાત લેશે, પ્રતીકાત્મક ભગવાન શ્રી રામનો રાજ્યાભિષેક કરશે

ayodhya ram mandir
પ્રધાનમંત્રી ભગવાન શ્રી રામલલા વિરાજમાનના દર્શન અને પૂજા કરશે, પ્રતીકાત્મક ભગવાન શ્રી રામનો રાજ્યાભિષેક કરશે
 
દીપાવલીની પૂર્વ સંધ્યાએ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 23 ઓક્ટોબરે અયોધ્યા, યુપીની મુલાકાત લેશે. સાંજે લગભગ 5 વાગ્યે, પ્રધાનમંત્રી ભગવાન શ્રી રામલલા વિરાજમાનના દર્શન અને પૂજા કરશે, ત્યારબાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર સ્થળનું નિરીક્ષણ કરશે. સાંજે લગભગ 5:45 વાગ્યે, તેઓ પ્રતિકાત્મક ભગવાન શ્રી રામનો રાજ્યાભિષેક કરશે. લગભગ 6:30 પ્રધાનમંત્રી, નવા ઘાટ, સરયુ નદી ખાતે આરતીના સાક્ષી બનશે, જે પછી પ્રધાનમંત્રી દ્વારા ભવ્ય દીપોત્સવની ઉજવણીની શરૂઆત કરવામાં આવશે.
 
આ વર્ષે, દીપોત્સવની છઠ્ઠી આવૃત્તિ યોજાઈ રહી છે, અને તે પ્રથમ વખત છે કે પ્રધાનમંત્રી આ ઉજવણીમાં વ્યક્તિગત રીતે ભાગ લેશે. આ પ્રસંગે 15 લાખથી વધુ દીવાઓ પ્રગટાવવામાં આવશે. દીપોત્સવ દરમિયાન વિવિધ રાજ્યોના વિવિધ નૃત્ય સ્વરૂપો સાથે પાંચ એનિમેટેડ ટેબ્લો અને અગિયાર રામલીલા ટેબ્લો પણ મૂકવામાં આવશે. પ્રધાનમંત્રી ગ્રાન્ડ મ્યુઝિકલ લેસર શો સાથે સરયુ નદીના કિનારે રામ કી પૌડી ખાતે 3-ડી હોલોગ્રાફિક પ્રોજેક્શન મેપિંગ શોના સાક્ષી પણ બનશે.