પ્લેટલેટસ ઓછા થવા લાગ્યા તો મોસંબીનુ જ્યુસ ચઢાવાયો, હોસ્પીટલ સીલ
UP News- ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી બેદરકારીની એક મોટી ઘટના સામે આવી રહી છે. અહીં એક હોસ્પીટલમાં ડેંગૂના એક દર્દીને પ્લેટલેટસની જગ્યા કથિત રૂપથી મોસંબીનુ જ્યુસ ચઢાવી દીધુ. તેનાથી દર્દીની મોત થઈ ગઈ. જે પછી હોસ્પીટલને ગુરૂવારે સીલ કરી નાખ્યુ છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયુ વીડિયો
સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો પ્રસારિત થયા પછી પ્રદેશના ઉપ મુખ્યમંત્રી બૃજેશ પાઠકના ટ્વીટ અને તેમના આદેશ પર જીલ્લા પ્રશાસન હરકતમાં આવ્યુ અને તે હોસ્પીટલને સીલ કરી નાખ્યુ છે. જ્યાં દર્દીને કથિત રૂપે મોસંબીનુ જ્યુસ ચઢાવી દીધુ હતુ.
દર્દીને કર્યો બીજા હોસ્પીટલમાં દાખલ
અધિકારીઓએ જણાવ્યુ કે દર્દી પ્રદીપ પાંડેયની સ્થિતિ બગડયા પછી તેની શહરના બીજા હોસ્પીટલમાં દાખલ કરાવ્યો. જ્યાં તેમની મોત થઈ ગઈ. તેથી આ ઘટનાના સંબંધમાં સ્થાનીય પોલીસ થાનામાં કોઈ એફઆઈ આર નોંધાઈ નથી. ખાનગી હોસ્પિટલના માલિકે દાવો કર્યો હતો કે પ્લેટલેટ્સ અન્ય મેડિકલ સેન્ટરમાંથી લાવવામાં આવ્યા હતા અને પ્લેટલેટ્સના ત્રણ યુનિટ ચડાવવામાં આવ્યા બાદ દર્દીને સમસ્યા થવા લાગી હતી.