ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: આઝમગઢ , શનિવાર, 14 જુલાઈ 2018 (17:59 IST)

મોદીનો રાહુલને સવાલ - કોંગ્રેસ કહે છે કે તે મુસ્લિમોની પાર્ટી છે, પણ શુ તેમા મુસ્લિમ મહિલાઓ માટે સ્થાન છે ?

. નરેન્દ્ર મોદી શનિવારે ઉત્તરપ્રદેશના બે દિવસના પ્રવાસ પર છે. તેઓ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા. અહીથી તેઓ સૌ પહેલા આઝમગઢ ગયા. આજમગઢમાં તેમણે 354 કિમી લાંબા પૂર્વાચલ એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કર્યો. મોદીએ ભાષણમાં બસપા સપા અને કોંગ્રેસ પર હુમલો કર્યો. ત્રણ તલાકનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યુ કે તેમનો કાંડો ત્રણ તલાકે ખોલી નાખ્યો છે.  કેન્દ્ર સાકાર મહિલાઓના વિકાસ માટે અને આ પાર્ટીઓ તેમા સંકટ નાખવાનુ કામ કરે છે. દુનિયાના ઈલ્સામિક રાષ્ટ્રોમાં પણ ત્રણ તલાક પર રોક લાગી છે. 
 
તેમણે કહ્યુ - મે છાપામાં વાચ્યુ કે કોંગ્રેસ અધ્યક્ષ શ્રીમાન નામદારે કહ્યુ હતુ કે કોંગ્રેસ મુસ્લિમોની પાર્ટી છે. મનમોહન સિંહે પણ કહ્યુ હતુ કે દેશના સંસાધનો પર પહેલો હક મુસ્લિમોને છે. હુ નામદારને પુછુ છુ કે તેમની પાર્ટીમાં મુસ્લિમ મહિલાઓ માટે કોઈ સ્થાન છે? મોદીએ કહ્યું કે ટ્રિપલ તલાકના નામ પર મોદીનો વિરોધ કરનારી પાર્ટીઓના નેતાઓને મુસ્લિમ મહિલાઓને મળી પૂછીને આવો અને પછી સંસદમાં આવીને તમારી વાત કહેજો.’ મોદીએ કહ્યું કે આ પાર્ટીઓ ઇચ્છે છે કે ટ્રિપલ તલાક થતા રહ્યા અને મુસ્લિમ બહેન-દીકરીઓના જીવન નરક બનતા રહ્યાં.
 
પોતાના ભાષણ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પોતાના સ્વાર્થ માટે તમામ પરિવારવાદી પાર્ટીઓ પોતાના વિસ્તારના વિકાસને રોકવા પર તુલી છે. તેને ખબર છે કે જો ખેડૂત, ગરીબ, દલિત, વંચિત અને પછાત સશક્ત થઇ ગયા તો તેમની દુકાન બંધ થવામાં મોડું થશે નહીં. જે લોકો જામીન પર છે તે હવે યુપીનો વિકાસ રોકવા માંગે છે. મોદીએ કહ્યું કે કેન્દ્ર અને ઉત્તર પ્રદેશની ભાજપ સરકારે હંમેશા જ દેશના સર્વોપરિ રાખ્યા છે.