સંબંધિત સમાચાર
- ગઈકાલે જે થયુ તે લોકતંત્રની જીત... મહિલા અનામત બિલ પર બોલી પ્રિયંકા ગાંધી
- લોકસભામાં પાસ ન થઈ શક્યું મહિલા અનામત બીલ, સરકારને ન મળ્યો વિપક્ષનો સાથ, જાણો પક્ષ-વિપક્ષ માં કેટલા વોટ પડ્યા
- Women Reservation Bill - મહિલા અનામત બિલ પર અડધી રાત્રે નોટિકિકેશન રજુ કરવાનો શુ મતલબ ? સરકારના નિર્ણયને સહેલાઈથી સમજો
- 11, 12, પછી 1:20... મધ્યરાત્રિ વીતી ગઈ, છતાં મહિલા સાંસદો ગૃહમાં જ રહી, દરેકને સ્પીકર દ્વારા બોલવાની તક આપવામાં આવી.
- લોકસભામાં મહિલા અનામત પર બોલ્યા પીએમ મોદી, કહ્યુ - જે બિલનો વિરોધ કરશે તે ચૂંટણી હારશે
દેશના નામે રાત્રે 8.30 વાગે પીએમ મોદીનુ સંબોધન, મહિલા અનામત કાયદા પર બોલવાની શક્યતા
pm modi address to Nation
મહિલા અનામત બિલ પર ચર્ચા વચ્ચે પીએમ નરેન્દ્ર મોદી આજે રાત્રે 8:30 વાગે દેશને સંબોધિત કરશે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ પીએમ મહિલા અનામત બિલ પર બોલી શકે છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે લોકસભામાં નારી શક્તિ વંદન બિલ પાસ થઈ શક્યુ નહોતુ. 12 વર્ષમાં પહેલીવાર એવુ થયુ છે કે મોદી સરકારના રાજમાં કોઈ બિલ વિપક્ષે પાડી દીધુ હોય.
વિપક્ષના વ્યવ્હારથી નારાજ પીએમ મોદી
સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આજે કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન મોદી ભાવુક અને ગુસ્સે ભરાયા હતા કારણ કે વિપક્ષે ગઈકાલે મહિલા અધિકારોના સમર્થનમાં બિલ પસાર થવાથી અટકાવ્યું હતું. સંભવ છે કે પીએમ મોદી આજે રાત્રે 8:30 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે, જેમાં તેઓ નારી શક્તિ વંદન કાયદા પર વાત કરી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે કેબિનેટ બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષે મહિલા અનામત બિલને સમર્થન ન આપીને ભૂલ કરી છે. હવે તેમને ભોગવવું પડશે. પીએમ મોદીએ આ સંદેશ દરેક ગામમાં લઈ જવાની વાત કરી. તેમણે કહ્યું કે વિપક્ષે દેશની મહિલાઓને હરાવી દીધી છે. વિપક્ષે મહિલાઓને જવાબ આપવો પડશે. આ વાત દરેક વ્યક્તિ, દરેક ગામ સુધી લઈ જવી પડશે.
બધા સાંસદોને પીએમ મોદીએ કરી અપીલ
ગઈકાલે, મહિલા અનામત બિલ પર સાંસદોને અપીલ કરતી વખતે, પીએમ મોદીએ કહ્યું હતું કે, "હું બધા સાંસદોને કહેવા માંગુ છું કે તેઓ તેમની માતાઓ, બહેનો, પુત્રીઓ અને પત્નીઓને યાદ કરતી વખતે તેમના અંતરાત્માની વાત સાંભળે. દેશની મહિલાઓની સેવા અને સન્માન કરવાનો આ એક શ્રેષ્ઠ અવસર છે. તેમને નવી તકોથી વંચિત ન રાખો. જો આ સુધારો સર્વાનુમતે પસાર થઈ જાય, તો દેશની મહિલાઓ વધુ સશક્ત બનશે. દેશનું લોકશાહી મજબૂત બનશે. આવો, આજે સાથે મળીને ઇતિહાસ રચીએ. ભારતની મહિલાઓ, દેશની અડધી વસ્તીને, તેમના અધિકારો આપીએ."
