TIME ની 100 સૌથી પ્રભાવશાળી લોકોની લિસ્ટમાં PM મોદી, મમતા અને અદાર પૂનાવાળાનુ પણ નામ
ટાઈમ પત્રિકા (TIME magazine) દ્વારા રજુ 2021 ના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi), પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઇઓ અદાર પૂનાવાલા (Adar Poonawalla) નો સમાવેશ છે. બુધવારે ટાઇમે તેની 2021 ના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર કરી છે.
નેતાઓની વૈશ્વિક યાદીમાં અમેરિકી પ્રમુખ જો બાઈડન, ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, ડ્યુક અને ડચેસ ઓફ સસેક્સ પ્રિન્સ હેરી અને મેગન અને અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો સમાવેશ થાય છે. આ યાદીમાં તાલિબાનના સહ-સ્થાપક મુલ્લા અબ્દુલ ગની બરાદરનો પણ સમાવેશ થાય છે.
પીએમ મોદીના ટાઈમ પ્રોફાઈલમાં કહેવામાં આવ્યુ છે કે એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે પોતાના 74 વર્ષમાં ત્રણ પ્રમુખ નેતા રહ્યા છે. તેમાં જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી અને નરેન્દ્ર મોદીનો સમાવેશ થાય છે. નરેન્દ્ર મોદી દેશના રાજકારણમાં પ્રભુત્વ ધરાવતા ત્રીજા નેતા છે, તેમના પછી કોઈ નથી. જાણીતા સીએનએન પત્રકાર ફરીદ જકારિયા દ્વારા લખાયેલી પ્રોફાઇલમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે પીએમ મોદીએ દેશને ઘર્મનિરપેક્ષતા અને હિન્દુ રાષ્ટ્રવાદ તરફ ધકેલી દીધો છે. તેમણે પીએમ મોદી પર ભારતના મુસ્લિમ અલ્પસંખ્યકોના "અધિકારોને ખતમ કરવા" અને પત્રકારોને કેદ કરવાનો અને ધમકાવવાનો આરોપ પણ લગાવ્યો છે.
મમતા બેનર્જીની પ્રોફાઇલમા કહેવામાં આવ્યુ છે કે 66 વર્ષીય નેતા ભારતીય રાજકારણમાં ઉગ્રતાનો ચહેરો બની ગઈ છે. મમતા બેનર્જી વિશે કહેવામાં આવે છે કે તે પોતાની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસનું નેતૃત્વ નથી કરતી, પરંતુ પોતે એક પાર્ટી છે. રસ્તા પર લડવાની ભાવના અને પિતૃસત્તાત્મક સંસ્કૃતિમાં સ્વ-નિર્મિત જીવને તેમને અલગ પાડ્યા છે.
તાલિબાન નેતા મુલ્લા અબ્દુલ ગની બરાદર વિશે કહી આ વાત
અદાર પૂનાવાલાની ટાઈમ પ્રોફાઈલમાં કહેવામાં આવ્યુ છે કે COVID-19 મહામારીની શરૂઆતથી, વિશ્વની સૌથી મોટી વેક્સીન નિર્માતા કંપનીના 40 વર્ષીય પ્રમુખે પાછળ વળીને જોયું નથી. મહામારી હજુ સમાપ્ત થઈ નથી અને પૂનાવાલા હવે રોગચાળાને સમાપ્ત કરવામાં મદદ કરી શકે છે.
ધ ટાઇમ પ્રોફાઇલે તાલિબાનના સહ-સ્થાપક બરાદર વિશે કહ્યું કે એવુ કહેવાતુ હતુ કે તે બધા મહત્વના નિર્ણયો લઈ રહ્યો હતો. જેમા ભૂતપૂર્વ સરકારના સભ્યોને આપવામાં આવતી માફી, તાલિબાન કાબુલમાં પ્રવેશ કરતી વખતે ત્યા લોહીલુહાણ ન કરવુ. પડોશી દેશો, ખાસ કરીને ચીન અને પાકિસ્તાનની સરકાર સાથે સંપર્ક અને ત્યા મુલાકાતનો સમાવેશ છે. હવે તે અફઘાનિસ્તાનના ભવિષ્યનો એક આધાર બનેની ઉભો છે. વચગાળાની તાલિબાન સરકારમાં, તેને નાયબ વડા પ્રધાન બનાવવામાં આવ્યો છે, ટોચની ભૂમિકા એક અન્ય નેતાને આપવામાં આવી છે. જે તાલિબાન કમાન્ડરોની યુવાન અને વધુ કટ્ટરપંથી પેઢીને વધુ સ્વીકાર્ય છે.