સંબંધિત સમાચાર
- LIVE UPDAT - India Pakistan War:સાંબામાં ઘુસપેઠીઓની કોશિશ નિષ્ફળ, BSF એ 7 પાકિસ્તાનીઓને કર્યા ઠાર
- Operation Sindoor ના જવાબમાં પાકિસ્તાનનો હુમલો... Poonch માં ગોળીબારીથી 15 નિર્દોષ નાગરિકોના મોત
- જમ્મુ-કાશ્મીર: પૂંછમાં આતંકવાદીઓના ઠેકાણાનો પર્દાફાશ, પાંચ IED જપ્ત
- Pahalgam Terror Attack: આતંકવાદીઓએ ફક્ત પુરૂષોની હત્યા કેમ કરી, પહેલગામને જ કેમ નિશાન બનાવ્યુ ?
- Pahalgam Terror Attack: 'તને નથી મારી રહ્યો.... જઈને મોદીને બતાવી દેજે, મહિલા પીડિતોએ બતાવ્યું પોતાનું દુઃખ
હું જ્યાં હું છું ત્યાં ધમાકા થઈ રહ્યા છે', મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ લોકોને કરી અપીલ, કહ્યું- રસ્તાઓ પર ન નીકળો
Blast in Jammu Kashmir: જમ્મુ અને કાશ્મીરમાં શુક્રવારે સાંજ પડતાં જ ફરી એકવાર ધમાકાનો અવાજ સંભળાયો. જમ્મુમાં ઘણી જગ્યાએ બ્લાસ્ટ થવા માંડ્યા છે. સમગ્ર જમ્મુ અને સાંબામાં અંધારપટ છે. જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ X પર કહ્યું કે હું જ્યાં છું ત્યાંથી થોડી-થોડી વારે વિસ્ફોટોના અવાજો આવી રહ્યા છે, કદાચ ભારે તોપનો અવાજ સંભળાઈ રહ્યો છે.
Intermittent sounds of blasts, probably heavy artillery, can now be heard from where I am.
— Omar Abdullah (@OmarAbdullah) May 9, 2025
અન્ય એક પોસ્ટમાં તેમણે કહ્યું, "જમ્મુ અને તેની આસપાસના તમામ રસ્તાઓ પર ન નીકળશો, ઘરે રહો અથવા આગામી થોડા કલાકો સુધી નજીકના એવા સ્થળે રહો જ્યાં તમે આરામદાયક રહી શકો." અફવાઓને અવગણો, પાયાવિહોણી કે અપ્રમાણિત વાર્તાઓ ફેલાવશો નહીં અને આપણે બધા સાથે મળીને આનો સામનો કરીશું.
