PM મોદીની હત્યાનું ષડયંત્ર રચનારા આરોપીની ધરપકડ, બ્લાસ્ટ કેસમાં સજા કાપી ચુક્યો છે
ભારતના પ્રધાનમંત્રી મોદીની હત્યાનુ ષડયંત્ર રચવાના આરોપમાં પોલીસે મોહમ્મદ રફીક નમાના વ્યક્તિની કરી ધરપકડ. પોલીસે 1998 કોયંબટૂર બ્લાસ્ટ કેસમાં દોષી રહીલા મોહમ્મદ રફીકને 15 દિવસની નજરકેદમાં મોકલી દીધા છે. સમાચાર એજંસી મુજબ જાણવા મળ્યુ છે કે મોહમ્મદ રફીક પર તમિલનાડૂના બિઝનેસ મેન પ્રકાશ નામના વ્યક્તિ સાથે ટેલીફોન પર વાતચીતમાં પીએમ મોદીને મારવાનુ ષડયંત્ર રચવાનો આરોપ છે.
કોયંબટૂર પોલીસે એવા સમયે રફીકની ધરપકડ કરી છે જ્યારે એક ટેલીફોનિક વાતચીતના ઓડિયો રેકોર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઓડિયોમાં કથિત રૂપે સાંભળી શકાય છે કે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મારવાની યોજના બનાવી રહ્યો છે.