વડા પ્રધાન નરેન્દ્ર મોદી રશિયા અને ઑસ્ટ્રિયાની ત્રણ દિવસીય મુલાકાતે રવાના
Modi visit Australia- વડા પ્રધાન નરેન્દ્ર મોદી રશિયા અને ઑસ્ટ્રિયાની પોતાની ત્રણ દિવસની યાત્રા માટે દિલ્હીથી રવાના થયા છે.
તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું કે "આગામી ત્રણ દિવસ સુધી રશિયા અને ઑસ્ટ્રિયામાં રહીશ. આ યાત્રા ભારત સાથે ગાઢ મૈત્રીવાળા આ દેશો સાથે સંબંધોનો વધુ મજબૂત કરવાની તક સાબિત થશે. હું આ દેશોમાં રહેતા ભારતીય સમુદાયને પણ મળીશ."
પીએમ મોદી 22મા ભારત-રશિયા વાર્ષિક સંમેલનમાં ભાગ લેશે, જ્યાં તેમની મુલાકાત રશિયાની રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે થશે.
વિદેશ મંત્રાલયની પ્રેસનોટ અનુસાર, પીએમ મોદી 9-10 જુલાઈએ ઑસ્ટ્રિયા જશે.
મોદીની ઑસ્ટ્રિયા મુલાકાત એટલા માટે પણ મહત્ત્વની છે કે 41 વર્ષ બાદ કોઈ ભારતીય પીએમ ઑસ્ટ્રિયા જઈ રહ્યા છે.
ત્રીજી વાર સત્તા મેળવ્યા બાદ પીએમ મોદીની આ પ્રથમ યાત્રા છે અને પ્રથમ દ્વિપક્ષીય વિદેશી યાત્રા પણ.
પીએમ મોદીની રશિયાની મુલાકાત પણ અનેક રીતે મહત્ત્વની છે.
એક તરફ ચીન સાથે રશિયાની વધતી જતી નીકટતા, તો બીજી તરફ રશિયાવિરોધી ગણાતા સૈન્ય જૂથ નેટોની બેઠકના સમયે પીએમ મોદી રશિયાની મુલાકાતે જઈ રહ્યા છે.