મધ્યપ્રદેશમાં 'હાથ' ને 'હાથી' નુ સમર્થન, સરકાર બનાવવા માટે કોંગ્રેસનો માર્ગ થયો મોકળો
મધ્યપ્રદેસશમાં સરકાર બનાવવાને લઈને ચાલી રહેલ ખેચતાણ હવે ખતમ થતી દેખાય રહી છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસે 114 સીટો પર જીત મેળવી છે તો બીજી બાજુ બીજેપીના ખાતામાં 109 સીટો આવી છે. એટલે કે કોંગ્રેસને બહુમતની સરકાર બનવવા માટે બે સીટોની જરૂર છે. તો બીજેપીને સાત સીટોની. તેથી બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ આ વાતનુ એલાન કરી દીધુ છેકે તેમની પાર્ટી મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસનુ સમર્થન કરશે. એમપીમાં બસપાને બે સીટો પર જીત મળી છે.
માયાવતીએ પ્રેસ કૉન્ફ્રેસ કરી આ વાતની જાહેરાત કરી છે. તેમણે કહ્યુ, પરિણામ એ બતાવે છે કે છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં લોકો બીજેપી અને તેમની પોલીસીના બિલકુલ વિરુદ્ધ છે. લોકો નથી ઈચ્છતા કે બીજેપી ફરી સત્તામાં આવે. માયાવતીએ કહ્યુ, જો કે મએ કોંગ્રેસની પણ અનેક પોલીસીનુ સમર્થન નથી કરતા. પણ બીજેપીને સત્તાથી દૂર રાખવા માટે જો તેમનુ સમર્થન કરવુ પડે તો અમે તૈયાર છીએ. જો કોંગ્રેસ ઈચ્છશે તો અમે રાજસ્થાનમાં પણ તેમનુ સમર્થન કરીશુ.