રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વિધાનસભા ચૂંટણી
  3. વિધાનસભા ચૂંટણી 2018
Written By
Last Modified: બુધવાર, 28 નવેમ્બર 2018 (18:22 IST)

વિધાનસભા ચૂંટણીઃ - મધ્યપ્રદેશમાં 74.61 ટકા અને મિઝોરમમાં 71 ટકા મતદાન

મધ્ય પ્રદેશમાં આજે 230 સીટ માટે મતદાન યોજાયું હતું. આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું. મધ્યપ્રદેશમાં 74.61 ટકા મતદાન થયું છે. બાલાઘાટની નકસલ પ્રભાવિત 3 સીટો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું હતું. આ સીટો માટે બપોરે 3 વાગ્યા સુધી મતદાન કરવાનું હતું. જ્યારે 227 સીટ પર સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી વોટિંગ થયું હતું. દરમિયાન ચૂંટણીમાં ફરજ બજાવતાં 3 અધિકારીના હાર્ટએટેકથી મોત થયા છે.
 
 મધ્ય પ્રદેશમાં ૨૨૭ બેઠક પર સવારે ૮ કલાકથી અને માઓવાદગ્રસ્ત લાન્જી, પારસવાડા અને બૈહર બેઠક પર સવારે ૭ કલાકથી મતદાન શરૂ થયું હતું. રાજ્યના ૭૪.૬૧ ટકા મતદારોએ સાંજે ૬ કલાક સુધીમાં ૨,૮૯૯ ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં સીલ કરી દીધું હતું. બીજી તરફ મિઝોરમમાં વિધાનસભાની ૪૦ બેઠકો માટે બુધવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ૭૫ ટકા મતદાન યોજાયું હતું. કુલ ૭૫ ટકા મતદારોએ ૨૦૯ ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં સીલ કર્યું હતું. ૩૨,૫૪૫ બ્રુ આદિવાસી મતદારોએ આઝાદી બાદ પહેલી વાર મતદાનમાં ભાગ લીધો હતો. મતદાન દરમિયાન ઈવીએમ, વીવીપીએટી અને કન્ટ્રોલ યુનિટમાં ખામી સર્જાયાની વ્યાપક ફરિયાદો મળી હતી. ચૂંટણી પંચને મતદાન દરમિયાન જ ૨,૧૨૬ વીવીપીએટી, ૮૮૩ ઈવીએમ અને ૮૮૧ કન્ટ્રોલ યુનિટમાં ખામી સર્જાતાં બદલવાની ફરજ પડી હતી  મિઝોરમમાં પણ ઈવીએમમાં ખામીઓ બહાર આવી હતી. સમગ્ર રાજ્યમાં ૪૨ વીવીપીએટી મશીન બદલવાની ફરજ પડી હતી. 
 
મતદાન દરમિયાન હાર્ટએટેકથી ૩ કર્મચારીનાં મોત, દસ લાખનું વળતર
 
મધ્ય પ્રદેશમાં ચૂંટણીકાર્યવાહીમાં તહેનાત ૩ અધિકારીઓનાં હાર્ટએટેકને કારણે મતદાન દરમિયાન જ મોત થયાં હતાં. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચૂંટણી ફરજ દરમિયાન મૃત્યુ પામેલા સરકારી કર્મચારીઓના પરિવારોને ચૂંટણી પંચના નિર્દેશો અનુસાર રૂપિયા ૧૦ લાખનું વળતર અપાશે.