રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શ્રીનગર , સોમવાર, 11 માર્ચ 2019 (15:43 IST)

J&K - સેનાની મોટી સફળતા, પુલવામાં હુમલાનો માસ્ટરમાઈંડ ઠાર

. જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં રવિવારે સમાપ્ત થયેલ સુરક્ષા બળના અભિયાનમં ત્રણ આતંકવાદી માર્યા ગયા અને તેમાથી એક પુલવામાંમાં સીઆરપીએફ જવાનોના કાફલા પર થયેલ આત્મઘાતી હુમલાનો માસ્ટરમાઈંડ બતાવાય રહ્યો છે. સત્તાવાર સૂત્રોએ સોમવારે આ માહિતી આપી. સૂત્રોએ જણાવ્યુ કે આ અભિયાન હવે સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ ચુક્યો છે અને ત્રણ આતંકવાદીઓના મૃતદેહ જપ્ત કરી લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ત્રાલના પિંગલિશ ગામમાં રવિવારે સવારે કેટલાક આતંકવાદીઓના છિપાયા હોવાની ગુપ્ત સૂચના મળ્યા પછી સુરક્ષાબાળોએ એક ખોજી અભિયાન શરૂ કર્યુ હતુ અને મોડી સાંજ સુધી સમગ્ર વિસ્તારની ઘેરાબંદી કરી હતી.  ત્યા એક ઘરમાં છિપયેલા આતંકવાદીઓએ સુરક્ષા બળોને નિશાન બનાવીને ગોળીબારી શરૂ કરી દીધી હતી. 
 
રાત્રે સુરક્ષા બળોએ એ ઘરને વિસ્ફોટથી ઉડાવી દીધુ હતુ અને પછી બે આતંકવાદીઓના મૃતદેહ અને મોટા પ્રમાણમાં હથિયાર અને ગોલાબારૂદ જપ્ત કર્યા હતા. સૂત્રોએ જણાવ્યુ કે સોમવારે સવાર સુ ધી આખા ક્ષેત્રમાં શોધ અભિયાન ચાલુ રહ્યુ હતુય અહે આ હવે સમાપ્ત થઈ ગયુ છે. ત્માથી એક આતંકવાદીની ઓળખ મુદસ્સિર અહમદ ખાન, જૈશ કમાંડરના રૂપમાં થઈ છે. એવુ કહેવાય રહ્યુ છે કે તે પુલવામામાં સીઆરપીએફ જવાનોના કાફલા પર કરવામાં આવેલ આત્મઘાતી હુમલાનો માસ્ટરમાઈંડ હતો. 
 
BA પાસ હતો પુલવામા હુમલાનો માસ્ટરમાઈંડ 
 
આ હુમલાની તપાસમાં એકત્ર કરાયેલા પુરાવા મુજબ સુરક્ષાબળોએ જણાવ્યુ કે 23 વર્ષનો અહમદ ખાન વ્યવસાયે ઈલેક્ટ્રિશિયન અને સ્નાતક સુધી ભણેલો હતો.  ત્રાલના મીર મોહલ્લામાં રહેનારો ખાન 2017માં જૈશ સાથે જોડાયો અને  પછી નૂર મોહમ્મદ  તંત્ર ઉર્ફ નૂર ત્રાલી એતેને આતંકવાદી સંગઠનમાં સામેલ કરી લીધો. નૂર ત્રાલી વિશે એવુ કહેવાય રહ્યુ છે કે તેને ઘાટીમાં આતંકી સંગઠનોને પુનર્જીવિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. 14 ફેબ્રુઆરીના રોજ વિસ્ફોટક બહ્રેલી કાર દ્વારા સીઆરપીએફની બસને ટક્કર મારનારો આત્મઘાતી હુમલાવર આદિલ અહમદ ડાર સતત ખાન સાથે સંપર્કમાં હતો. 
 
ખાન ગ્રેજ્યુએટ થયા પછી એક ઔધોગિક પ્રશિક્ષણ્ણ સંસ્થા (આઈટીઆઈ)થી એક વર્ષનો ડિપ્લોમાં કરીને ઈલેક્ટ્રિશિયહન બન્યો હતો.  તે ત્યના એક શ્રમિકને સૌથી મોટો પુત્ર હતો.  એવુ કએહ્વાય રહ્યુ છે કે ફેબ્રુઆરી 2018માં સુંજાવાનના સેનાના શિબિર પર થયેલ આતંકી હુમલામાં પણ તે સામેલ હતો.  આ હુમલામાં છ જવાન શહીદ થયા હતા અને એક નાગરિકનુ મોત થઈ ગયુ હતુ.  પુલવામાં હુમલાની તપાસ કરી રહેલ રાષ્ટ્રીય તપાસ એજ6સી (એનઆઈએ)એ ખાનના ઘરે 27 ફેબ્રુઆરીન રોજ દરોડો પાડ્યો હતો. પુલવામાં આતંકી હુમલામાં ઉપયોગમાં લેવાયેલ મારૂતી ઈકો મિનિવાનને જૈશ માટે કામ કરનારા એક વ્યક્તિએ 10 દિવસ પહેલા જ ખરીદી હતી. આ વ્યક્તિની ઓળખ સજ્જાદ ભટના રૂપમાં થઈ છે.  તે હુમલા પછી ગાયબ છે.  એવુ કહેવાય રહ્યુ છે કે તે હવે સક્રિય આતંકવાદી બની ગયો છે.