રવિવાર, 10 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 10 નવેમ્બર 2021 (09:53 IST)

વિશ્વએ ભારતીય રસીની તાકાત ઓળખી, 96 દેશોએ કોવિશિલ્ડ અને કોવેક્સિનને માન્યતા આપી

ભારતીય કોરોનાની રસી દુનિયાભરમાં ધૂમ મચાવી રહી છે. મંગળવારે દેશના સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે વિશ્વના 96 દેશોએ રસી અને કોવિશિલ્ડને માન્યતા આપી છે. આ ઉપરાંત, તેમણે એમ પણ કહ્યું કે આ બંને કોવિડ -19 રસીઓને વિશ્વ આરોગ્ય સંસ્થા તરફથી ઇમરજન્સી યુઝ લિસ્ટ (EUL) પણ મળી છે.
 
આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, "WHO એ અત્યાર સુધીમાં EULમાં આઠ રસીઓનો સમાવેશ કર્યો છે. અમને આનંદ છે કે આમાંથી બે ભારતીય રસી છે - Covaxin અને Covishield. વિશ્વના 96 દેશોએ આ બંને રસીઓને માન્યતા આપી છે."
 
જે 96 દેશોએ બંને રસીઓને માન્યતા આપી છે તેમાં કેનેડા, યુએસ, ઓસ્ટ્રેલિયા, સ્પેન, યુકે, ફ્રાન્સ, જર્મની, બેલ્જિયમ, રશિયા અને સ્વિટ્ઝર્લેન્ડનો સમાવેશ થાય છે.