1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
  4. Lashkar Commander Video

VIDEO: "મને અલ્લાહ સાથે મુલાકાત કરવી છે, હુ ખૂબ ખુશ છુ, ઠાર થતા પહેલા બોલ્યો લશ્કર કમાંડર લતીફ ભટ

Lashkar Commander Latif Bhat,
Lashkar Commander Latif Bhat,
કુલગામ જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષાબળ વચ્ચે નવી અથડામણ થઈ.  આ દરમિયાન સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઘેરી લીધો અને તેની સાથે વીડિયો કોલ દ્વારા વાત કરી. એક વીડિયો સામે આવ્યો છે જેમાં સુરક્ષા કર્મચારીઓ જનાગલપોરા કુલગામ મસ્જિદમાં ફસાયેલા આતંકવાદીને શરણાગતિ સ્વીકારવા વિનંતી કરી રહ્યા છે. જોકે, આતંકવાદીએ શરણાગતિ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને ત્યારબાદ થયેલી એન્કાઉન્ટરમાં તે માર્યો ગયો હતો. માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ લશ્કર કમાન્ડર લતીફ ભટ તરીકે થઈ છે.
 
વીડિયોમાં સુરક્ષાબળના જવાન, આતંકીને લતીફ નામ સાથે સંબોધિત કરી રહ્યા હતા.  જો કે આતંકી કોઈપણ કિમંત પર સરેંડર કરવાના મૂડમાં નહોતો.  

 

આતંકી અને સુરક્ષાબળોના જવાન શુ વાત કરતા દેખાયા ?

 
આ વીડિયોમાં, આતંકવાદી પહેલા અરબીમાં કહે છે, "અલ્લાહ હુમા ઇના કિન્તુ મીના ઝાલીમીન" (અર્થ: અલ્લાહ મને જુલમીઓના જુલમથી મુક્ત કરે).
 
સૈનિક જવાબ આપે છે, "ઓહ, તમે આવા સમુદાયના છો..."
 
જવાબમાં, આતંકવાદી કહે છે, "હું નીકળી ગયો છું. હું અલ્લાહને મળવા માંગુ છું. હું ખૂબ ખુશ છું. હું અલ્લાહને જોઈશ, હું અલ્લાહના રસૂલ, પયગંબર, ને જોઈશ. હું અલ્લાહના પયગંબરને અંતમા જોવા માંગુ છું. અલ્લાહ હૂ અકબર 
 

સૈનિકે આતંકવાદી સાથે કરી  વાત 

સૈનિકે ફસાયેલા આતંકવાદીને કહ્યું, "લતીફ ભાઈ તમારી સાથે છે. અમે તમે..આવો જુલમ શા માટે? અમે... સરેંડર કરો.. થોભો હું ત્યાં આવુ છુ."
 
આતંકવાદીએ જવાબ આપ્યો, "મારી સાથે અલ્લાહ છે. અલ્લાહ મારા માટે પૂરતા છે. અલ્લાહ અકબર છે". 
 
આગળનો લેખ
તાજમહેલ, લાલ કિલ્લો અને કુતુબ મિનારમાં મફત પ્રવેશ; ASI ના નવા નિયમો અને સંપૂર્ણ વિગતો વિશે જાણો.