શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. આજ-કાલ
  3. કારગિલ વિજય દિવસ
Written By
Last Updated : બુધવાર, 24 જુલાઈ 2019 (13:19 IST)

KargilVijayDiwas - આમની શહીદી પર રડ્યો આખો દેશ, પહેલી સેલેરી પણ ન લઈ શક્યા કેપ્ટન કાલિયા

કારગિલ વિજય દિવસ પર દર વર્ષે 26 જુલાઈના રોજ યુદ્ધમાં વીરગતિને પ્રાપ્ત કરનારા શહીદ જવાનોના સન્માનના રૂપમાં ઉજવાય છે.  60 દિવસ સુધી ચાલનારા કારગિલ યુદ્ધમાં 527 સૈનિક શહીદ થયા હતા. જ યારે કે 1300થી વધુ ઘાયલ થયા હતા. મે માં શરૂ થયેલા આ યુદ્ધનો અંત 26 જુલાઈ 1999માં થયો હતો.  ભારતીય સેનાએ પોતાના અદમ્ય સાહસથી પાકિસ્તાનની સેનાને ઘુંટણ ટેકવા મજબૂર કરી દીધુ હતુ.  આપણા શહીદ થયેલા જવાનોમાં કેપ્ટન સૌરભ કાલિયાનુ નામ ખૂબ જ ગર્વ સાથે લેવામાં આવે છે.  કેપ્ટન કાલિયા અને તેમના પાંચ સાથી નરેશ સિંહ, ભીખા રામ, બનવારી લાલ, મૂલા રામ અને અર્જુન રામ બધા કાકસરની બજરંગ પોસ્ટ પર તૈનાત હતા કે દુશ્મનોએ તેમને બંદી બનાવી લીધા અને લગભગ 22 દિવસ સુધી તેમને ખૂબ જ યાતનાઓ આપવામાં આવી. 28 જૂન 1976ના રોજ અમૃતસરમાં જન્મેલા સૌરભ કાલિયા ત્યારે 23 વર્ષના હતા. જ્યારે તેમનો સામનો દુશ્મનો સાથે થયો. 
 
પ્રથમ પગાર પણ ન લઈ શક્યા કેપ્ટન કાલિયા 
 
કેપ્ટન કાલિયાને સૈનિકમાં ભરતી થઈને માત્ર એક મહિનો થયો હતો. જ્યારે પાકિસ્તાની ઘુસપેઠીયોએ તેમને દગો આપીને દબોચી લીધા.  તેઓ પોતાનો પ્રથમ પગાર પણ ન લઈ શક્યા. 
 
કેપ્ટન કાલિયાને આપી હતી અમાનવીય યાતનાઓ 
 
ત્રણ અઠવાડિયા પછી તેમનો મૃતદેહ ક્ષત-વિક્ષત હાલતમાં મળ્યો હતો.  તેમની ઓળખ કરવી ત્યારે ખૂબ મુશ્કેલ થઈ ગઈ હતી.   શહીદ સૌરભ કાલિયા સાથે અર્જુન રામ પણ હતા. તેમની વય માત્ર 18 વર્ષ હતી. દુશ્મનો અમાનવીય યાતનાઓ આપીને કેપ્ટન સૌરભ પાસેથી ભારતીય સેનાની ગુપ્ત માહિતી જાણવા માંગી પણ તેમણે એક શબ્દ ન બતાવ્યો. શહીદ કાલિયાનુ શબ જોઈને બધાના મોઢામાંથી ચીસ નીકળી પડી હતી. 22 દિવસ સુધી અસીમ યાતનાઓને કારણે તેમણે મોતને વ્હાલુ કર્યુ.  કેપ્ટન સૌરભ કાલિયા જેવા નાયક સદીઓમાં એક વાર જન્મ લે છે.  તેમના અદમ્ય સાહસ અને વીરતાને દેશ આજે પણ નમન કરે છે. પાલનપુરના આઈમા સ્થિત રહેઠાણમાં તેમના પરિવારે સૌરભ સાથે જોડાયેલ દરેક વસ્તુ આજે પણ સાચવીને રાખી છે.