બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 13 ડિસેમ્બર 2024 (12:35 IST)

ઈન્દોરમાં મહિલા ભિખારી પાસે 75 હજારની રોકડ રકમ જોઈને દંગ રહી ગયા ઓફિસર, બોલી આ મારી એક અઠવાડિયાની કમાણી

મધ્યપ્રદેશના ઈન્દોરને ભિક્ષુક મુક્ત કરવાની દિશામાં મહિલા બાલ વિકાસ વિભાગે મોટી કાર્યવાહી કરતા 14 ભિખારીઓને પકડ્યા છે.  તેમાથી એક મહિલાએ ભિક્ષાવૃત્તિ કરતા એક અઠવાડિયામાં 75 હજાર રૂપિયા એકત્ર કરી લીધા. એટલે કે એક મહિનાના 3 લાખ અને વર્ષની ઈનકમ 36 લાખ રૂપિયા, જેને મહિલા બાલ વિકાસ વિભાગે ઉજ્જૈનના સેવાઘામ આશ્રમમાં મોકલી દીધી છે. 
 
ઇન્દોરને ભિખારીઓથી મુક્ત કરવાનું અભિયાન
ઈન્દોરના કલેક્ટર આશિષ સિંહની સૂચના પર ઈન્દોર શહેરને ભિખારીઓથી મુક્ત બનાવવાના અભિયાન હેઠળ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ શ્રેણીમાં, મહિલા અને બાળ વિકાસ અધિકારી દિનેશ મિશ્રાના નેતૃત્વ હેઠળ, લગભગ 14 જુદી જુદી ટીમો શહેરના વિવિધ વિસ્તારોમાં જઈ રહી છે અને મંદિરો અને ધાર્મિક સ્થળોની આસપાસ ભીખ માંગતા લોકોને શોધવા માટે સેવાધામ આશ્રમ ઉજ્જૈનમાં મોકલી રહી છે. બુધવારે કલેક્ટર આશિષના આદેશ બાદ મહિલા અને બાળ વિકાસની ટીમે સવારે 8 વાગ્યાથી કાર્યવાહી શરૂ કરી હતી અને શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ભીખ માગતી મહિલાઓ ઉપરાંત કેટલાક વૃદ્ધો પણ ઝડપાયા હતા અને કલેક્ટરના આદેશથી તમામ ઉજ્જૈનના સેવા ધામમાં મોકલવામાં આવ્યા હતા.
 
સાડીમાં સંતાવીને મુક્યા હતા 75 હજાર રૂપિયા 
આ દરમિયાન મહિલા બાલ વિકાસ વિભાગની ટીમને રાજવાડાના નિકટ શનિ મંદિર પર ભિક્ષાવૃત્તિ કરતા એક મહિલા મળી. મહિલાની તપાસ કરતા તેની સાડીમાં સંતાવીને મુકેલા 75 હજાર રૂપિયાથી વધુની રકમ પણ આ ટીમે જપ્ત કરી છે.  પરિયોજના અધિકારી દિનેશ મિશ્રાએ જણાવ્યુ કે મહિલાએ એક અઠવાડિયામાં 75 હજાર રૂપિયા ભિક્ષા વૃત્તિ કરીને એકત્ર કર્યા હતા.  
 
ભિખારીઓની થશે કાઉંસલિંગ