શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 1 સપ્ટેમ્બર 2021 (19:53 IST)

ઓર્ડર આપવામાં મોડુ કર્યુ તો સ્વિગીના ડિલીવરી બોયે રેસ્ટોરેંટના માલિકને ગોળી મારી

Greater Noida Crime News: ગ્રેટર નોઈડા કોટવાલી બીટા -2 વિસ્તારની મિત્રા સોસાયટીમાં આવેલ ઓનલાઈન ફૂડ રેસ્ટોરન્ટના માલિકના ઓર્ડરમાં વિલંબના કારણે થયેલા વિવાદમાં સ્વિગી (Swiggy) ના ડિલીવરી બોયે ગોળી મારીને હત્યા કરી દીધી. પોલીસે ઘટનાસ્થળની પાસે લાગેલા સીસીટીવી (CCTV) ફુટેજની મદદથી આરોપી સ્વિગીના ડિલીવરી બોયની શોધ કરી રહી છે. પોલીસના મુજબ ટૂંક સમયમાં જ આરોપીની ધરપકડ કરવામાં આવશે. 
 
ગ્રેટર નોઈડાની મિત્રા સોસાયટીમાં સુનિલ  ઓનલાઈન ફૂડ ડિલિવરીનો ઝમઝમના નામથી રેસ્ટોરેંટ ચલાવતો હતો. મંગળવારે રાત્રે લગભગ 12:15 વાગે ઢાબામાં કામ કરનારા નોકર નારાયણ અને સ્વિગીના ડિલિવરી બોય વચ્ચે વિવાદ થયો હતો. ઘટનાસ્થળ પર હાજર લોકોએ જણાવ્યું કે મંગળવારે રાત્રે સ્વિગીનો ડિલિવરી બોય ચિકન બિરયાની અને ભાજી-પુરીનો ઓર્ડર લેવા આવ્યો હતો. જેમા તેને ચિકન બિરયાનીનો ઓર્ડર આપી દેવામાં આવ્યો હતો, જ્યારે કે ભાજીપુરીના ઓર્ડરમાં સમય લાગવાની વાત ઓર્ડર નોકર નારાયણ દ્વારા તેને કહેવામાં આવી. 
 
સીસીટીવી ફુટેજની મદદથી આરોપીની શોધ કરવામાં આવી રહી છે. 
 
આરોપ છે કે એક નશામાં ઘુત ડિલિવરી બોયે ઓર્ડરમાં વિલંબને કારણે નોકર સાથે ગાળાગળી કરવાનું શરૂ કર્યું. જેને કારણે રેસ્ટોરન્ટના સંચાલક સુનીલ ઘટના સ્થળ પર આવી ગયા અને વિવાદ ખતમ કરવાની કોશિશ કરવા લાગ્યા. આરોપ છે કે પોતાના એક મિત્રની મદદથી ડિલીવરી બોયે સુનીલના માહા પર ગોળી મારી દઈધી જેનાથી સુનીલ ઘટનાસ્થળ પર જ ઢળી પડ્યા. ગોળી વાગવાની જાણ થતાં જ નોકર નારાયણ તેના અન્ય સાથીઓ સાથે ઘાયલ હાલતમાં માલિક સુનીલને તરત જ હોસ્પિટલમાં લઈ ગયો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
 
એડીસીપી ગ્રેટર નોઈડા ઝોન વિશાલ પાંડેએ જણાવ્યું કે ડિલિવરી બોયે ઓર્ડરમાં વિલંબને કારણે રેસ્ટોરન્ટના માલિકને ગોળી મારી હતી, જેના કારણે તેમનું મોત થયું હતું. ઘટનાસ્થળે લગાવેલા CCTV ફૂટેજની મદદથી આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે.