રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 15 જૂન 2022 (23:46 IST)

અસમમાં પૂર અને જમીન ઢસડી, તસ્વીરોમાં જુઓ આફતની ભયાનકતા

assam
Flood and landslide in Assam: અસમમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે તબાહી મચાવી છે. રાજ્યના ઘણા ભાગોમાં પાણી ભરાવવા અને પહાડી વિસ્તારોમાં જમીન ઢસડવાથી  ઘણા લોકોના મોત થયા છે. આ વર્ષે અત્યાર સુધીમાં રાજ્યમાં પૂર અને ભૂસ્ખલનના કારણે 42 લોકોના મોત થયા છે. મંગળવારે બોરગાંવમાં  જમીન ઢસડવાને કારણે એક સાથે ચાર લોકો જમીન નીચે દબાઈ ગયા હતા. આ દુર્ઘટનાને કારણે રાજ્યમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. જોકે સરકાર અને બિન-સરકારી સંસ્થા રાજ્યમાં આપત્તિગ્રસ્ત લોકોને મદદ પૂરી પાડવા માટે  તમામ પ્રયાસો કરી રહી છે.

અસમમાં ભારે વરસાદને કારણે શહેરોમાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે 17 જૂન સુધી આસામમાં ભારે વરસાદ પડશે. એટલે કે હાલમાં બે દિવસ સુધી આ આફતનો કોઈ અંત નથી. પર્યાવરણવાદી લિસિપ્રિયા કાંગુજામોના ટ્વિટર પેજ પરથી લેવામાં આવેલી તસવીર.
 
ભારે વરસાદને કારણે સૌથી વધુ અસર આસામના પહાડી જિલ્લાઓમાં જોવા મળી રહી છે. પહાડો પર ભૂસ્ખલન થઈ રહ્યું છે જેના કારણે ઘણા રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. પર્વતીય જિલ્લા દિમા હાસાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક જગ્યાએ ભૂસ્ખલનના અહેવાલો છે. કેટલાક લોકો ઊંચા સ્થાનો પર પણ ફસાયેલા છે, જેમને બચાવવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ કામે લાગી છે.