રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શનિવાર, 27 જુલાઈ 2019 (14:28 IST)

Mumbai Rain Photo - મુંબઈમાં આફતનો વરસાદ, ટ્રેનમાં ફસાયેલા 700 મુસાફરોને ટ્રેનમાંથી બહાર કાઢીને સુરક્ષિત સ્થાન પર પહોંચાડ્યા

મુંબઈમાં એકવાર ફરી ભારે વરસાદ થવાથી લોકોની મુશ્કેલીઓ વધતી જઈ રહી છે.  અનેક સ્થાનો પર પાણી ભરાઈ જવાથી વાહનોની અવર જવર પર અસર પડી છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં મુંબઈમાં ભારે વરસાદની ચેતાવણી રજુ કરી છે.  જ્યારે કે છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં 150 થી 180 મિમી વરસાદ રેકોર્ડ કરવામાં આવ્યો છે. 

મહારાષ્ટ્રમાં થઈ રહેલ ભારે વરસાદને કારણે બદલાપુરની પાસે મહાલક્ષ્મી એક્સપ્રેસ ટ્રેન પાણીમાં ફસાઈ છે. આ ટ્રેનમાં 700 લોકો હાજર છે. મોટા પાયા પર બચાવ કાર્ય કરવામાં આવી રહ્યુ છે  બચાવ દળમાં એનડીઆરએફ ઉપરાંત હવે ભારતીય નૌસેના પણ સામેલ થઈ ગઈ છે. હજુ સુધી 117 મહિલા અને બાળકો સહિત 700 લોકોને ટ્રેનમાંથી કાઢીને બીજા સ્થાન પર મોકલી દેવામાં આવ્યા છે. 
ભારે વરસાદને કારણે બદલાપુરની પાસે મહાલક્ષ્મી એક્સપ્રેસ ટ્રેન ફંસાઈ ગઈ છે. આ ટ્રેનમાં લગભગ 2000 લોકો સવાર છે જેમને કાઢવાનુ કામ ચાલી રહ્યુ છે.

રાહત અને બચાવ કાર્યમા લાગેલ એનડીઆરએફની ટીમને ઘટના સ્થળ પર મોકલવામાં આવી છે. રેલવેની તરફથી મુસાફરોને બિસ્કિટ અને પીવાનુ પાણી આપવામાં આવી રહ્યુ છે. 
રેલવે સુરક્ષા બળ અને શહેરની પોલીસ એ સ્થાન પર પહોંચી ગઈ છે જ્યા ટ્રેન ઉભી છે. સૂચના અને જનસંપર્કના મહાનિદેશક બ્રજેશ સિંહે કહ્યુ કે બચાવ માટે ત્રણ નાવડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે.  મધ્ય રેલવેએ મુસાફરોને અપીલ કરી છે કે તે ટ્રેનમાં જ રહે. 
બીજી  બાજુ હવાઈ મુસાફરી કરનારા લોકો પણ પરેશન થયા. મુંબઈના છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ના જનસંપર્ક અધિકારી મુજબ ભારે વરસાદને કારણે વિમાન લગભગ 30 મિનિટ મોડુ ઉડાન ભરી રહ્યુ છે. 
અધિકારીએઓ જણાવ્યુ કે વરસાદને કારણે સાત ઉડાનો રદ્દ કરવામાં આવી છે અને 17 વિમાનોને ડાયવર્ટ કરવામાં આવી ચુક્યા છે. મુંબઈ ઈંટરનેશનલ એયરપોર્ટના જનસંપર્ક અધિકારીએ કહ્યુ છેકે હવે એયરપોર્ટ્પર પરિચાલન સામાન્ય છે.  શહેરમાં સતત થઈ રહેલ વરસાદ પછી ચેંબુર ક્ષેત્રમાં ભારે પાણી ભરાય ગયુ છે.  ભારતીય હવામાન વિભાગે શહેરના કેટલક સ્થાન પર ભારેથી અતિભારે વરસાદની ભવિષ્યવાણી કરી છે.  
બીજી બાજુ મુંબઈના માટુર્ગા વિસ્તારમાં ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાય ગયુ છે. હવામાન વિભાગે શુક્રવારના રોજ મહારાષ્ટ્રના ત્રણ જીલ્લા રાયગઢ, રત્નાગિરી અને સિંધુદુર્ગ માટે ઓરેંજ એલર્ટ રજુ કરતા આગામી 24 કલાકમાં મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ થવાનુ અનુમાન બતાવ્યુ છે. 
હવામાન વિભાગના એક અધિકારીએ કહ્યુ કે અમે રાયગઢ, રત્નાગિરી અને સિંઘુદુર્ગ જીલ્લા માટે ઓરેંજ એલર્ટ રજુ કરવામાં આવ્યુ છે. ઓરેંજ એલર્ટ પ્રાધિકારીઓની તૈયારીઓ માટે સચેત કરીને, જ્યારે કે રેડ અલર્ટ ખરાબ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા કાર્યવાહી કરવાનો આદેશ આપવા માટે હોય છે. 
અધિકારીએ કહ્યુ કે મુંબઈ, ઠાણે અને રાયગઢ જીલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.  જ્યારે કે પાલઘર જીલ્લાના છુટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદનુ અનુમાન છે.