શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 28 જૂન 2021 (12:44 IST)

ભારતીય સૈન્ય મથક પર પ્રથમ ડ્રોન હુમલો: હાઈ એલર્ટ

જમ્મુ હવાઈ મથક પરિસર (એયરફોર્સના ટેકનિકલ એરિયા)માં રવિવારે (27 જૂન) રાત્રે લગભગ બે વાગે માત્ર પાંચ મિનિટના અંતરે બે બ્લાસ્ટ થયા. જેમા હવઈ એરિયાના ટેકનિકલ ક્ષેત્રના એક ઈમારતની છતને નુકશાન થયુ છે. આ સ્થાનની દેખરેખની જવાબદારી વાયુસેનાના હવાલાથી છે. બીજો ધમાકો ખુલ્લા ક્ષેત્રમાં થયો.   વિસ્ફોટમાં વાયુસેનાના બે કર્મચારી મામુલી ઘવાયા છે. કોઈપણ ઉપકરણને કોઈ નુકશાન થયુ નથી. આ મામલે બે શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. 
 
આ ઘટના બાદ જમ્મુમાં સુરક્ષાનો ચુક્સ બંધોબસ્ત કરવામાં આવ્યો છે.  ઉલ્લેખનીય છે ભારતીય સૈન્ય મથક પર આ પહેલો ડ્રોન હુમલો છે. આ અંગે હજી સુધી એરફોર્સ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. જોકે, જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજીપી દિલબાગસિંહે એરફોર્સ સ્ટેશન પર ડબલ બ્લાસ્ટને આતંકી હુમલો ગણાવ્યો હતો. તેમણે બંને વિસ્ફોટમાં ડ્રોનનો ઉપયોગ કરીને વિસ્ફોટક સામગ્રી છોડવાની સંભાવના વ્યક્ત કરી હતી.
 
મકવાલ બોર્ડરથી એયરપોર્ટનુ અંતર પાકિસ્તાની ષડયંત્ર તરફ ઈશારો કરી રહ્યુ છે 
 
ઉલ્લેખનીય છે કે  હવાઇ મથકથી સરહદ સુધી એરપોર્ટથી પાંચ કિલોમીટરનું અંતર છે. એવી આશંકા છે કે આ ડ્રોન સરહદ પારથી હેન્ડલ કરવામાં આવી રહ્યો છે. જો કે, આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે વિસ્ફોટમાં આતંકવાદી નેટવર્કની સંભવિત સંડોવણી સહિત વિવિધ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે, ભારતીય વાયુ સેનાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓની ઉચ્ચ સ્તરીય બેઠક પણ થઈ છે.