સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , શનિવાર, 26 જૂન 2021 (17:33 IST)

Delta Plus Update: 12 રાજ્યોમાં ડેલ્ટા + વેરિએંટના 51 કેસ આવ્યા, કેન્દ્રએ આઠ રાજ્યોને આપ્યો ખાસ આદેશ

. દેશભરમાં અત્યાર સુધી કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએંટના 51 કેસ સામે આવ્યા છે. કુલ 12 રાજ્યોમાં આ કેસ નોંધવામાં આવ્યા. તેમાથી સૌથી વધુ 22 કેસ મહારાષ્ટ્રથી આવ્યા છે. તમિલનાડુમાં ડેલ્ટા પ્લસના 9 મામલા આવ્યા, જ્યારે કે મધ્યપ્રદેશમાં સાત, કેરલમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ કાશ્મીર, હરિયાણા, કર્ણાટકમાં એક એક મામલો સામે આવ્યો છે. 
 
એનસીડીસી સહિત દસ સંસ્થા દેશમાં કોરોના વાયરસના જીનોમ અનુક્રમણ સાથે જોડાયેલા છે એનસીડીસીના નિદેશક સુજીત સિંહે કહ્યુ, "આ ડેલ્ટા પ્લસના મામલા ખૂબ સીમિત છે. લગભગ 50 મામલા છે જએ 12 જીલ્લામાં સામે આવ્યા છે અને આ છેલ્લા ત્રણ મહિનામાં થયુ છે. આટલુ જ નહી એવુ કહી શકાય કે કોઈ પણ જીલ્લા કે રાજ્યમાં તેની વૃદ્ધિની પ્રવૃત્તિ છે. 
 
સરકારે 8 રાજ્યોને આપી સૂચના 
 
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એવા જીલ્લાઓમાં પ્રાથમિકતાના આધાર પર રસીકરણ વધારવા સાથે જ ભીડને રોકવા, વ્યાપક તપાસ કરવા જેવા નિવારક ઉપાય કરવાનો આગ્રહ કર્યો છે જયા કોરોના વાયરસના ડેલ્તા પ્લસ વેરિએંટના કેસ મળ્યા છે.   કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે તમિલનાડુ, રાજસ્થાન, કર્ણાટક, પંજાબ, આંધ્રપ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ગુજરાત અને હરિયાણાને લખેલા પત્રમાં આ ઉપાયો સૂચવ્યા છે. 
 
તેમણે રાજ્યોને પણ ખાતરી કરવાની ભલામણ કરી છે કે કોવિડ સંક્રમિત જોવા મળેલા લોકોના પૂરતા નમૂના તત્કાલ ભારતીય સોર્સ-સીઓવી-2 જીનોમિક કંસોર્શિયાની નિર્દિષ્ટ પ્રયોગશાળાઓમાં મોકલ્યા જેથી ક્લીનિકલ મહામારી વિજ્ઞાન સંબંધી સહસંબંધ સ્થાપિત કરી શકાય. 
 
ભૂષણે કહ્યુ કે સાર્સ-સીઓવી-2 નું ડેલ્ટા પ્લસ સ્વરૂપ આંધ્રપ્રદેશના તિરૂપતિ જિલ્લા, ગુજરાતના સુરત, હરિયાણાના ફરીદાબાદ, જમ્મુ-કાશ્મીરના કટરા, રાજસ્થાનના બિકાનેર, પંજાબમાં પટિયાલા અને લુધિયાણા, કર્ણાટકના મૈસુરુ અને તમિળનાડુમાં ચેન્નઈ, મદુરાઇ અને કાંચીપુરમ જોવા મળ્યા છે. 
 
બીજી બાજુ આંધ્રપ્રદેશ, દિલ્હી, હરિયાણા, કેરલ, મહારાષ્ટ્ર, પંજાબ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળમાં કરવામાં આવેલા સેમ્પલમાં 50 ટકાથી વધુ  ડેલ્ટા વેરિયન્ટ છે. ભારતમાં કોવિડ -19 ના 90 ટકા કેસ B.1.617.2 (ડેલ્ટા) વેરિએન્ટના છે. 35 રાજ્યો / કેન્દ્રશાસિત કેન્દ્રોના 174 જિલ્લાઓમાં ચિંતાજનક COVID કેસ મળી આવ્યા છે.