રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : રવિવાર, 10 માર્ચ 2024 (11:51 IST)

દિલ્હી જલ બોર્ડ પ્લાન્ટના બોરવેલમાં યુવક પડી ગયું, બચાવ માટે NDRFની ટીમ તૈનાત

Delhi Borewell Accident:
Delhi Borewell Accident: - દિલ્હીના કેશોપુર મંડી પાસે જલ બોર્ડ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં બનેલા બોરવેલમાં શનિવારે મોડી રાત્રે એક યુવક પડી ગયું હતું. યુવકને બચાવવા માટે દિલ્હી ફાયર સર્વિસ, NDRF અને દિલ્હી પોલીસ ઘટનાસ્થળે હાજર છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બોરવેલની ઊંડાઈ 40-50 ફૂટ છે. હાલ પોલીસે યુવકની  ઓળખ અને ઉંમર જાહેર કરી નથી.
 
દિલ્હી ફાયર સર્વિસને સવારે લગભગ 1 વાગ્યે માહિતી મળી હતી કે પશ્ચિમ દિલ્હીના કેશોપુર મંડી વિસ્તારમાં ડીજેબી પ્લાન્ટના બોરવેલમાં એક વ્યક્તિ પડી ગયો છે.
 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રેસ્ક્યૂ ટીમે પહેલા યુવકને બોરવેલમાંથી બહાર કાઢવા માટે દોરડું લગાવ્યું હતું, પરંતુ આ પ્રયાસ નિષ્ફળ ગયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે હાલમાં રેસ્ક્યુ ટીમ બોરવેલની બાજુમાં નવો બોરવેલ ખોદી રહી છે, જેથી યુવકને બોરવેલમાંથી બહાર કાઢી શકાય. હાલમાં અધિકારીઓએ આ અંગે વધુ માહિતી આપી નથી.
 
ડીજેબીનો દિલ્હીના કેશોપુર મંડી વિસ્તારમાં 20 MGD ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. રવિવારે રાત્રે 15-20 વર્ષનો એક વ્યક્તિ પ્લાન્ટના 12 ઇંચ વ્યાસવાળા 40 થી 50 ફૂટ ઊંડા બોરવેલમાં પડ્યો હતો. ઘટનાની માહિતી મળતાની સાથે જ 5 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. આ સિવાય NDRF અને દિલ્હી જલ બોર્ડના અધિકારીઓ બચાવ કાર્યમાં લાગેલા છે.
 
NDRFના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર વીર પ્રતાપ સિંહ તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા છે. NDRF ટૂંક સમયમાં જે બોરવેલમાં યુવક પડ્યો તેની સમાંતર નવો બોરવેલ ખોદીને બચાવ કામગીરી શરૂ કરશે. આ એક લાંબી પ્રક્રિયા છે, તેથી તેમાં સમય લાગે તેવી શક્યતા છે.