पश्चिम बंगाल सरकार ने 17 अप्रैल 2024 को राम नवमी के अवसर पर सार्वजनिक अवकाश घोषित किया है। pic.twitter.com/yL0VrnGcFR
— ANI_HindiNews (@AHindinews) March 9, 2024
બીજી તરફ બીજેપી નેતા અમિત માલવિયાએ મમતા સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે મમતાએ પોતાની હિંદુ વિરોધી છબીને કેશ કરવા માટે આવું કર્યું છે. તેણે X પર પોસ્ટ કરીને લખ્યું, 'મમતા બેનર્જી જ્યારે પણ 'જય શ્રી રામ' સાંભળતી ત્યારે ગુસ્સે થઈ જતી હતી, તેમણે પશ્ચિમ બંગાળમાં રામ નવમી (17 એપ્રિલ)ને જાહેર રજા જાહેર કરી છે. તેણે પોતાની હિંદુ વિરોધી ઈમેજના કારણે આવું કર્યું છે. જોકે ઘણું મોડું થઈ ગયું છે... વધુ મહત્ત્વની વાત એ છે કે, તેઓએ રામ નવમીની શોભાયાત્રામાં કોઈ પથ્થરમારો ન થાય તેની ખાતરી કરવી પડશે. શું તેણી આ કરશે? જય શ્રી રામ.''