ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 4 માર્ચ 2020 (11:58 IST)

Coronavirus in India Live Updates: દિલ્હીમાં કોરોનાના 18 કેસ પોઝિટિવ, મહારાષ્ટ્રમાં 2 શંકાસ્પદ કેસ આવ્યા પછી એલર્ટ

-દુનિયાભરમાં કોરોના વાયરસથી 3100થી વધુના મોત 
-ઈટલીમાં 15 પર્યટકો સહિત 18 લોકોમાં કોરોના વાયરસની પુષ્ટિ 
- નોએડાના શાળાના બાળકો અને પરિવારના કોરોના ટેસ્ટ નેગેટિવ 
-કોરોના વાયરસને લઈને દેશભરના એયરપોર્ટ પર એલર્ટ જાહેર 
 
હોળી મિલન કાર્યકમમાં ભાગ નહી લે પીએમ મોદી 
 
નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી બતાવ્યુ કે દુનિયાભરના વિશેષજ્ઞોએ COVID-19 કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે સામુહિત સમારંભમાં ન જવાની સલાહ આપી છે. તેમણે જણાવ્યુ કે આ વર્ષે તેઓ પણ કોઈ હોલી મિલન સમારંભમાં ભાગ નહી લે. 
 
કોરાના વાયરસના ભય હેઠળ નોએડાના શાળાના બાળકો સહિત 6  લોકોની રિપોર્ટ નેગેટિવ આવી છે. બીજી બાજુ મીડિયા અહેવાલો અનુસાર, ઇટાલીથી આવેલા 15 પ્રવાસીઓ કોરોના વાયરસથી પીડિત છે. જો કે, હજી સુધી આની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. તે જ સમયે, કોરોના વાયરસથી ચીનમાં મૃત્યુઆંક 2981 પર પહોંચી ગયો છે. સરકારે ઇટાલી, ઇરાની, દક્ષિણ કોરિયા, જાપાનના નાગરિકોના વિઝા અથવા ઇ-વિઝા તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધા છે.
 
- દિલ્હીમાં કોરોના વાયરસથી સંક્રમિત વધુ 15 લોકો મળી આવતા રીતસરનો હડકંપ મચી જવા પામ્યો છે. રાજધાની દિલ્હી પહોંચેલા 21 પ્રવાસીઓને અલગ સ્થળે રાખવામાં આવ્યા હતા. તમામને ITBPના કેમ્પમાં મોકલી આપવામાં આવ્યા છે.
 
ન્યુઝીલેંડમા બીજા મામલાની પુષ્ટિ 
 
ન્યુઝીલેંડે કોરોના વાયરસ  (COVID-19)ના બીજા મામલાની પુષ્ટિ કરી છે. ગયા અઠવાડિયે ઉત્તરી ઈટલીથી ઑકલેંડથી પરત ફર્યા પછી 30 વર્ષની મહિલાની તપાસ પછી રિપોર્ટ પોઝિટિવ જોવા મળી છે.  તે હાલ પોતાના પરિવારની સાથે ઘરે જ છે. 
 
ઈટાલિયન ક્રુઝ શિપના મુસાફરોની તપાસ 
 
કોરોના વાયરસના સંકટને જોતા કોચ્ચિમાં ઈટાલિયન ક્રુઝ શિપ કોસ્ટા વિક્ટોરિયાના 459 મુસાફરોની તપાસ કરવામાં આવી રહી છે.