શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 11 જૂન 2024 (17:17 IST)

ફિલ્મો પછી રાજનીતિના હીરો બન્યા ચિરાગ પાસવાન, બ્લેક સૂટ પહેરીને લીધી શપથ તો ટકી સૌની નજર..

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શપથ લીધા પછી તેમના મંત્રીમંડળમાં સામેલ મંત્રીઓએ એક-એક કરીને મંચ પર પહોચીને શપથ ગ્રહણ કર્યુ. મોટાભાગના મંત્રી પોતાના પારંપારિક પોશાક કૂર્તા પાયાજમામાં શપથ લેવા પહોચ્યા પણ એક્મંત્રી જ્યારે કાળા કોટ પૈંટમાં માથા પર તિલક લગાવીને શપથ લેવા પહોચ્યો તો બધા લોકોનુ ધ્યાન તેના પર ચોંટી ગયુ.  દેખાવમાં ખૂબ જ હેંડસમ આ મંત્રી કોઈ અન્ય નહી પણ બોલીવુડ અભિનેત્રી કંગના રનોતનો હીરો રહી ચુક્યો છે.  ખાસ વાત એ છે કે મોદી સરકાર 3.0 માં કેબિનેટ મંત્રીઓમાં સામેલ આ મંત્રીની વય સૌથી ઓછી છે. 
 
ઉલ્લેખનીય છે કે અમે ચિરાગ પાસવાનની વાત કરી રહ્યા છે. લોક જનશક્તિ પાર્ટી  
ઉલ્લેખનીય છે કે અમે ચિરાગ પાસવાનની વાત કરી રહ્યા છે.  લોક જનશક્તિ પાર્ટીના મુખિયા અને હાજીપુરથી લોકસભા સાંસદ ચિરાગ પાસવાન મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં સૌથી ઓછી વયના કેબિનેટ મંત્રી બન્યા છે.  દેખાવમાં ખૂબ જ હેંડસમ ચિરાગ જ્યારે શપથ લેવા મંચ પર પહોચ્યા તો કોઈ બોલીવુડ હીરોથી ઓછા નહોતા દેખાતા અને તેઓ બોલીવુડ હીરો જેવા કેમ ન દેખાતા.. તેઓ બોલીવુડમાં એક અભિનેતા તરીકે પણ પોતાનુ નસીબ અજમાવી ચુક્યા છે. 
 
જ્યારે ચિરાગ શપથ લઈ રહ્યો હતો ત્યારે મંડી સીટના બીજેપી સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત પણ શપથ સમારોહમાં બેસેલી હતી અને તેને મંત્રી બનતા જોઈને ખુશ હતી.  ઉલ્લેખનીય છે કે ચિરાગ પાસવાન અને કંગના રનૌતે 2011માં બોલિવૂડ ફિલ્મ 'મિલ ના મિલે હમ'માં સાથે કામ કર્યું હતું. આમાં કંગના અને ચિરાગ લીડ રોલમાં હતા. જો કે, આ ફિલ્મ દર્શકો પર કોઈ અસર છોડી શકી ન હતી અને ફ્લોપ થઈ હતી.
 
તે જ વર્ષે ફિલ્મ ફ્લોપ થયા પછી જ્યા એક બાજુ કંગના બોલીવુડમાં ખૂબ આગળ નીકળી ગઈ તો બીજી બાજુ ચિરાગે પણ રાજનીતિમાં એટ્રીની લીધી અને 3 વર્ષની મહેનત પછી વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં જમુઈ સીટ પર થી જીત હાસિલ કરી. ત્યારબાદ ચિરાગ 2019માં પણ એક વાર ફરીથી આ સીટ પર થી સાંસદ તરીકે પસંદગી પામ્યા અને હવે 2014માં મોદી સરકારના કેબીનેટ મંત્રી બની ગયા છે. 
 
ઉલ્લેખનીય છે કે ચિરાગના પિતા રામવિલાસ પાસવાન લોક જનશક્તિ પાર્ટીના સંસ્થાપક હતા. ચિરાગ રામ વિલાસ અને એર હોસ્ટેસ રીના શર્માનો પુત્ર છે. આ વખતે એલજેપી તરફથી 5 લોકોને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા અને ચિરાગે પાંચેય સીટો જીતીને પીએમ મોદીને આપી હતી. આ જ કારણ છે કે NDA સરકારમાં ચિરાગ પાસવાને કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે.