Ashwini Vaishnav Father Passes Away: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના પિતાનું અવસાન
Ashwini Vaishnav Father Passes Away, હોસ્પિટલે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, "ખૂબ જ દુઃખ સાથે અમે તમને જણાવવા માંગીએ છીએ કે માનનીય રેલ્વે મંત્રીના પિતા શ્રી દૌલતલાલ વૈષ્ણવનું આજે 8 જુલાઈ 2025 ના રોજ સવારે 11:52 વાગ્યે AIIMS જોધપુર ખાતે અવસાન થયું." તબીબી ટીમ દ્વારા તમામ શક્ય પ્રયાસો છતાં, તેમને બચાવી શકાયા નહીં.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના પિતા દૌલતલાલ વૈષ્ણવનું નિધન: તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા, જોધપુર એઈમ્સમાં સારવાર લઈ રહ્યા હતા
જોધપુર એઈમ્સે એક પ્રેસ રિલીઝ જારી કરીને દૌલાલ વૈષ્ણવના અવસાનની પુષ્ટિ કરી છે. પ્રેસ નોટમાં કહેવામાં આવ્યું છે કે ખૂબ જ દુઃખ સાથે જણાવવામાં આવે છે કે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવના પિતા દૌલાલ વૈષ્ણવ (81 વર્ષ)નું આજે, 8 જુલાઈ 2025 ના રોજ સવારે 11:52 વાગ્યે જોધપુર એઈમ્સમાં અવસાન થયું. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી ગંભીર રીતે બીમાર હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. તબીબી ટીમના તમામ શક્ય પ્રયાસો છતાં, તેમને બચાવી શકાયા નહીં.