ખાલિસ્તાન સમર્થક વારિસ પંજાબ દે પ્રમુખ અમૃતપાલ સિહ 6 સાથીઓ સાથે ધરપકડ, પંજાબમાં ઈંટરનેટ બંધ
વારિસ પંજાબ દે મુખી અમૃતપાલ સિંહને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પંજાબ પોલીસે ખાલિસ્તાન સમર્થક વારિસ પંજાબ દેના ચીફ અમૃતપાલ સિંહની ધરપકડ કરી છે. અગાઉ અમૃતપાલ સિંહના 6 સહયોગીઓની હથિયારો સાથે ધરપકડ કરવામાં આવી હતી. બતાવવામાં આવી રહ્યું છે કે છ લોકોની ધરપકડ બાદ પોલીસે તેમની પાસેથી હથિયાર પણ જપ્ત કર્યા છે. ઉલ્લેખનીય છે કે પોલીસ અમૃતપાલ સિંહના કાફલાને અનુસરી રહી હતી. આ દરમિયાન પોલીસે 2 વાહનો રિકવર કર્યા છે. અમૃતપાલ સિંહ વિરુદ્ધ 3 કેસ નોંધાયેલા છે. જેમાંથી 2 અપ્રિય ભાષણ સાથે સંબંધિત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે ધરમકોટ નજીકના મહિતપુર પોલીસ સ્ટેશન પાસે આ ધરપકડ કરી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે પંજાબ પોલીસે કોર્ડન કરતાની સાથે જ અમૃતપાલ પોતે કારમાં બેસીને લિંક રોડ પરથી ભાગી ગયો હતો. પંજાબ પોલીસના લગભગ 100 વાહનો તેની પાછળ પડ્યા છે. અમૃતપાલની જલંધરના નાકોદર વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.